શહેરા તાલુકાના વાઘજીપૂર વિસ્તારમાં વર્ષોથી જુદા જુદા સ્થળે હિજરત કરી જીવન નિર્વાહ કરતો કચ્છનો રબારી પરિવાર…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

જ્યાં સુધી યમરાજની આખરી ટપાલ નાં આવે ત્યાં સુધી આ રબારીઓ વગર સરનામાએ સમસ્ત જીવન નિર્વાહ કરી દેતા હોય છે…

કોરોના વાઇરસની મહામારી વચ્ચે મોરવા હડફ તાલુકાની હદથી અંદર અને શહેરા તાલુકામાં રહી વર્ષોથી પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છના રબારી પરિવાર તેના મોભી કાન્હાભાઇ રબારીએ પોતાની આપવિતિ સંભળાવતા જણાવ્યું હતું કે અનેક દસકોથી તેઓના પિતા અને દાદા અહીંયા રહી પશુપાલનનો વ્યવસાય કરતા હતા. સાથે જ તેઓ પાસે કાયમી વાસવાતની જગ્યા ન હોવાથી તેઓ ભટકતું જીવન ગાળતા હતા અને મોરવા હડફ તાલુકાની હદ શરૂ થાય તે પહેલા અને શહેરા તાલુકાના વાઘજીપૂર માતરીઆ વ્યાસ ઉપરાંત ૧૦ જેટલા ગામોમાં તેઓ દ્વારા પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.અને તેઓની સ્થિતિ અત્યંત દયનિય હાલાતમાં છે.શહેરા તાલુકાના અમુક ગામડાઓમાં કેટલાક ખેડૂતો દ્વારા તેઓના ખેતરોમાં ૧૫૦૦ જેટલા ઘેટા બકરાંને રાતવાસો કરાવામાં આવે છે અને તેઓના મળનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે અને તેના બદલામાં ખેડૂતો દ્વારા તેઓને અનાજના દાણા આપવામાં આવે છે આમ તેઓ પોતાનું જીવન વ્યતીત કરી રહયા છે.તેઓની હાલત જોતા તેઓ અત્યંત ગરીબાઈમાં જીવી રહયા હોય એ તેમના ચહેરા પરથી સ્પષ્ટ ફલિત થતું જોઈ સકાતું હતું.

કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનની જે જાહેરાત કરવામાં આવી છે ત્યાર થી અમે લોકો છુટાછવાયા રહીએ છીએ અને લોકડાઉનનું ચોક્કસ પાલન કરીએ છીએ જેના માટે કેટલાક લોકો અમારા વગડામાં રહે છે.જીવનજરૂરી વસ્તુઓ અહીંયા દુકાનોમાંથી મળી રહેતા રાહત છે પણ વ્યવસાય બંધ હોવાના કારણે હાલમાં અમારી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. “કાનાભાઈ રબારી રબારી પરિવારના મોભી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here