શહેરા તાલુકાના વાંટા વછોડા ગામે ૪૦ વર્ષીય પરણીતા ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરાના વાંટા વછોડા ગામ ખાતે ૪૦ વર્ષીય પરણીતાએ સાડી વડે ઝાડ ઉપર લડકી જઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પરિણીતાની લટકતી લાશ જોઇને તેના પતિ સહિત સાસરી પક્ષના લોકોના આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા . જ્યારે બનેલ બનાવની જાણ જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરવા સાથે મરણ થયેલ પરિણીતાના પિયર પક્ષને કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ બનાવ સ્થળે દોડી જઈને ઝાડ પર લટકતી મહિલાની લાશને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારી હતી તેમજ પિયર પક્ષના પરિવારજનો આવી જતા તેઓ દ્વારા પોલીસ સમક્ષ તેમની દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પોલીસે મરણ ગયેલ પરિણીતાની લાશને પીએમ અર્થે મોકલીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પિયર પક્ષના હત્યાના આક્ષેપોના પગલે પોલીસે પેનલ પીએમ પરિણીતાનું કરાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવા સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here