શહેરા તાલુકાના ભદ્રાલા ગામે ધાબા પર સુઈ રહેલ મહિલા પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં સુખી બેન ઉર્ફે કોકીલાબેન ભારતસિંહ ચૌહાણનું ઘર આવેલ છે . શુક્રવારની રાત્રિએ સુખી ઉર્ફે કોકિલા અને મનીષા ધાબા પર સુઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમ ધાબા પર આવીને ખાટલામાં સૂઈ રહેલ સુખી ઉર્ફે કોકીલાબેનના શરીરના પેટના ભાગે કોઇ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે સમયે મનીષા જાગી જતા લોહીલુહાણ હાલતમાં કોકીલા બેનને જોતા તેઓ ગભરાઇ જવા સાથે બૂમાબૂમ કરી માડી હતી. જેને લઇને તે સમયે રમેશ અને અરજણભાઈ આવી જતા ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સ્વીફ્ટ કારમા સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાજર તબીબ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા અને ત્યાર બાદ વડોદરા ખસેડાઇ હતી. મનિષાબેન બાબરભાઈ બારીઆએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે ૩૦૭, જી પી એકટ 135 મુજબ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ મહિલા પર કોઇ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઈજા શરીરના પેટના ભાગે પહોંચાડી છે .ત્યારે આ મહિલાને કોઈ સાથે દુશ્મની હતી કે , કોઈ અંગત કારણસર કે પછી કોઇ નજીકની વ્યક્તિ દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે શું ? હાલ તો નાનકડા ભદ્રાલા ગામમાં બનેલ બનાવને લઈને ચકચાર મચી ગઇ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here