શહેરા તાલુકાના નાદારવા ગામે ડાંગરીયા ફળિયામાં એક યુવાને રાયણનાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના નાદરવા ગામના ડાંગરીયા ફળિયામાં એક યુવાને રાયણનાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી ઘટના જાણ થતા ત્વરિત પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરા તાલુકાના નાદરવા ગામના ડાંગરીયા ફળિયામાં રહેતા રતનભાઇ બારીયાનો પુત્ર ભારત બારીયાએ કોઈ અગમ્ય કારણસર પોતાની ઘરની પાછળ આવેલ રાયણના ઝાડ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાઈને ફાની દુનિયાને અલવિદા કરી હતી. જ્યારે પરિવારજનોને ઘરમાં ભારત જોવા મળતા તેઓ શોધખોળ કરતા પોતાના દિકરાની લાશ ઝાડ પર લટકતી જોતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ખાતે પહોંચી જઈને યુવાની લટકતી લાશને ઝાડ ઉપરથી નીચે ઉતારી હતી. હાલ તો પોલીસએ સ્વજનોના બયાન લઇ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here