શહેરા તાલુકાના નાડા ગામે સસ્તા અનાજની દુકાનમા ધારાધોરણ કરતા ઓછો અનાજ અપાતો હોવાની બૂમ ઉઠી…

શહેરા ,તા-03-04-2020

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા ના નાડા ગામ મા આવેલ સસ્તા અનાજની દુકાનમાં અમુક કાર્ડ ધારકો માં અનાજ ઓછું આપતા હોવાની બૂમો ઉઠવા પામી હતી. જ્યારે ચોખા સહિતનો જથ્થો ખૂટી ગયો હોવાથી બપોર બાદ દુકાન બંધ જોવા મળી હતી. જ્યારે દુકાનદાર દ્વારા કાર્ડ ધારકો ને મળવા પાત્ર જથ્થો આપતા હોવાનું જણાવી રહ્યા હતા.

શહેરા તાલુકાના નાડા ગામ મા આવેલ જય માતાજી ત્રણ સસ્તા અનાજની દુકાનમાં એક એપ્રિલથી રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ સસ્તા અનાજની દુકાન ખાતે કાર્ડ ધારકોની લાંબી લાઈનો અનાજ સહિતનો જથ્થો લેવા માટે જોવા મળી હતી જ્યારે આ સસ્તા અનાજની દુકાનમાં ગામમાં આવેલ ગાયત્રી સસ્તા અનાજની દુકાનનો પરવાનો થોડા સમય પહેલા રદ કરતા તેના 360કાર્ડ ધારકો અને આ દુકાન ના 205 કાર્ડ ધારકોને પોલીસના બંદોબસ્ત વચ્ચે અનાજનુ વિતરણ કરવામાં આવી રહયુ છે. ગુરૂવાર ના રોજ બપોર ના ત્રણ વાગ્યા બાદ ચોખા સહિતનો નો જથ્થો ખૂટી જતાં દુકાન બંધ જોવા મળી હતી. જ્યારે અમુક કાર્ડ ધારકો મા જય માતાજી સસ્તા અનાજ ની દુકાનમાં મળવા પાત્ર જથ્થો ન મળતો હોવાની બૂમો ઉઠવા પામી હતી. જ્યારે દુકાનદાર રતનસિંહ ને પૂછતા અમારા દ્વારા મળવાપાત્ર જથ્થો આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ખરી હકીકત શું છે તે મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવે તો ખબર પડી શકે તેમ છે.હાલ તો સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મળવાપાત્ર જથ્થો મળે તે માટે મામલતદાર સહિતના તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here