શહેરા તાલુકાના નાંદરવા ગામે બરોડા ગ્રામીણ બેંકમાં ખાતેદારોની લાંબી-લાંબી કતારો લાગી

શહેરા,તા-૦૪-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન શહેરા

શહેરા તાલુકાના નાંદરવા ગામમાં બરોડા ગ્રામીણ બેંક ખાતે ખાતેદારોની લાંબી લાઈનો લાગી હતી. બેંકના સમય દરમિયાન પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ સહિત અન્ય ખાતેદારોની અવરજવર શરૂ રહેતા ૩૦૦ થી વધુ ખાતેદારો રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં દસમા દિવસે પણ લોકડાઉનમાં પ્રજાજનો નું સમર્થન મળતા બજારો સુમસામ નજરે પડી રહયા હતા. જ્યારે તાલુકાના નાંદરવા ગામ માં આવેલ બરોડા ગ્રામીણ બેંક ખાતે રૂપિયા ઉપાડવા માટે ખાતેદારોની સવારથી લાંબી લાઈનો લાગેલ જોવા મળી હતી. બેંકના સમય દરમિયાન પ્રધાનમંત્રી જન ધન યોજના, કિસાન કલ્યાણ નિધિ યોજનાના લાભાર્થીઓ અને રોજિંદા ખાતેદારો રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા. જ્યારે બેંકની બહાર રૂપિયા ઉપાડવા માટે આવેલ ખાતેદારો થોડા અંતરે ઊભા રહીને સરકારના નિયમોનું પાલન કરતા જોવા મળી રહયા હતા.પોલીસના બંદોબસ્ત વચ્ચે બેંકના સ્ટાફ પોતાની ફરજ નિભાવી રહયા હતા. જ્યારે બેંક ખાતે દિવસ દરમિયાન 300 થી વધુ ખાતેદારો રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા.જ્યારે બેંક ના મેનેજર કિરણ રોઝ દ્વારા બેંક ખાતે આવતા ખાતેદારોને કોરોના વાયરસ ની માહિતી આપવા સાથે ઘરની બહાર કામ વગર ન નીકળવા માટે અપીલ કરી રહયા છે. લોક ડાઉન ની શરૂઆતથી અત્યાર સુધી ગ્રામીણ બેંક નો સ્ટાફ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહયો છે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here