શહેરા તાલુકાના દલવાડા ગામે શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરતો ખેડૂત ઝડપાયો..

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

પોલીસે ૮,૮૪૦ કિલો ગ્રામ લીલા ગાંજાની કિંમત રૂપિયા ૮૮,૪૦૦ સાથે ખેડૂત કાંતિભાઈને જેલના સળિયા ગણતો કરી દીધો

ખેતરમાં ગાંજો ઉગાડવા માટે ખેડૂત તેના બીજ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

શહેરા તાલુકાના દલવાડા ગામના એક ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી. આ ગામના કૃષ્ણ ફળિયામા આવેલ એક ખેતરમાં શાકભાજીની વચ્ચે ગાંજાના છોડ ખેડૂતએ ઉગાડયાં હતા.પોલીસે માહિતીના આધારે ખેતરમા તપાસ કરીને પોણા નવ કિલો લીલો ગાંજા સાથે ખેડૂતને પકડી પાડયો હતો.પોલીસે આ મામલે ખેડૂત સામે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી તરફ વળ્યા છે. ત્યારે તાલુકાના દલવાડા ગામના કૃષ્ણ ફળિયામાં રહેતા એક ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી. ખેડૂતે પોતાના ખેતરમાં શાકભાજીની વચ્ચે ગાંજાનાં છોડનું વાવેતર કરેલ હતું. જેની માહિતી પોલીસ મથકના પી.આઇ. એન .એમ .પ્રજાપતિને મળી હતી. મળેલ માહિતીને હકીકત ગણીને તેઓ તેમના સ્ટાફ સાથે કાંતિભાઈ સાલમભાઈ પગીના ઘર પાસે આવેલ ખેતરમાં પહોંચી ગયા હતા.ખેતરની અંદર તપાસ કરતા ગાંજાના છોડનું વાવેતર કરેલ જોવા મળતા પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સ્થળ ઉપર જ લીલા ગાંજાનું વજન કરતા ૮,૮,૪૦ કિલો ગ્રામ વજન થયેલ હતુ. જ્યારે ઉત્પાદન થકી સારી આવક મેળવી દેવામાંથી બહાર નીકળવાના ખેડૂતના પ્રયત્નો ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું. હાલ તો પોલીસે ખેડૂત કાંતિભાઈ પગીની અટક કરીને ગાંજાના છોડ સાથે પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ખેતરમાં ગાંજો ઉગાડનાર ખેડૂતની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ખેડૂત પોતાના ખેતરમાં ગાંજો ઉગાડવા માટે તેના બીજ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલીસે ૮,૮૪૦કિલો ગ્રામ લીલા ગાંજાની કિંમત રૂપિયા ૮૮,૪૦૦ સાથે ખેડૂત કાંતિભાઈને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલ ગામ સહિત આસપાસના ગામોમાં કોઈ ગાંજાની ખેતી કરે છે કે નહીતે દિશામાં ગુપ્ત રાહે તપાસનો દોર પોલીસ શરૂ કરે તો નવાઈ નહી. જ્યારે નાનકડા દલવાડા ગામ સહિત આજુબાજુના ગામમાં બનેલ બનાવને લઈને ખળભળાટ મચી જવા પામી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here