શહેરા તાલુકાના ગાંગડીયા ગામે પ્રેમી પંખીડાઓએ ઘર નજીક આવેલા કુવામા ઝંપલાવીને આત્મહત્યા કરતા ચકચાર…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ગાંગડીયા ગામે રહેતા પ્રેમી પંખીડાઓએ ઘર નજીક આવેલા કુવામા ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરા તાલૂકાના ગાગંડીયા ગામમા આવેલા નવાપુરા ફળીયામાં રહેતા યુવાન પ્રેમી પંખીડાએ ઘરની પાસે આવેલા કુવામા ઝંપલાવી દઇને ફાની દૂનિયાને અલવિદા કરી દીધી હતી. બિન સત્તાવાર રીતે મળતી વિગતો મુજબ એક બીજાના પ્રેમમાં જીવવા મરવાની કસમે બંધાયેલા પ્રેમીઓએ સમાજ એક નહિ થવા દેવાની બીકે આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટુંકાવી પ્રાણ ત્યાજી દીધા હોવાની વાતો ચર્ચાઈ રહી છે. સ્થાનિક લોકોને કુવામા બે લાશ પડેલી જોવા મળતા તેઓએ આગેવાનોને થકી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને સ્થાનિકોની મદદ લઇને કુવામા ખાટલો બાંધીને યુવક યુવતીની લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ તેમને શહેરા ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થ ખસેડવામા આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં બની રહેલા બનાવોમાં શહેરની સાથે હવે ગ્રામીણ વિસ્તારમા પણ આત્મહત્યાના બનાવો ચિંતાજનક સાબિત થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here