શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં ભરઉનાળે પાણીની કિલ્લત…પાણીની દરેક યોજના ગ્રામજનો માટે શોભાના ગાંઠીયા સમાન…!!

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરાના ખોજલવાસા ગામમાં સુથાર ફળિયા સહિત અન્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડતું હોય છે. ગામની મહિલાઓ હેન્ડ પંપ અને કૂવા ખાતે પાણી ભરવા માટે જતા હોય છે. ત્યારે ગામમાં પાણીની યોજના ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બની છે.

શહેરા તાલુકાના ખોજલવાસા ગામમા સુથાર ફળિયા અને વાદરીયા ફળિયા તેમજ અન્ય વિસ્તારમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. પાણીની વિકટ સમસ્યાના કારણે મહિલાઓને ધોમધખતા તાપમાં પીવાનું પાણી ભરવા માટે દૂર સુધી જવું પડતું હોય છે. ત્યાં પણ અન્ય મહિલાઓ હોવાથી પાણી ભરવા પાછળ વધુ સમય બગડતો હોય છે. જ્યારે આ ફળિયામાં હેડપંપમા પાણી આવતું નથી. જ્યારે ગામમા પાણી પુરવઠા યોજના હોવા છતાં ગ્રામજનોને એક ટીપું પણ પાણી એ યોજનાનું મળતું નથી ત્યારે આ જવાબદાર તંત્રના સરકારી બાબુઓ દર ઉનાળામાં આવી સમસ્યા સર્જાતી હોવા છતાં તેઓ દ્વારા કોઈ ગંભીરતા ન લેવાતા આ વખતે પણ ફરીથી આ ગામના વિસ્તારમાં મહિલાઓને પાણી ભરવા માટે દૂર સુધી જવાની નોબત આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા આ ગામની મુલાકાત લઈને આ વિસ્તારની પાણી સમસ્યા હલ કરે તે જરૂરી છે.

કપીલા બેન બારીયા સ્થાનિક

અમારે ફળિયામાં પાણીની બહુ તકલીફ છે . મારા સહિતની મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જતા થાક પણ લાગતો હોય છે. તેમ છતાં પાણી ભરવા જવું એ અમારી મજબૂરી છે સરકાર જો વહેલી તકે અમારી પાણીની સમસ્યા હલ કરે તો અમારે પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here