શહેરા તાલુકાના અણીયાદ ગામનો વતની હોમ કોરાંટાઇનનો ભંગ કરી ભાગી જતા તંત્રમાં દોડધામ…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ગત તારીખ ૪ થી એપ્રિલે પોતાના વતન અણીયાદ ગામે આવ્યો હતો.

ભારતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસની મહામારીને અંકુશીત કરવા સમગ્ર ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે અને કોરોના થી સંક્રમિત લોકોને આઇસોલેસન વોર્ડમાં રાખવામાં આવે છે જેની સામે ગુજરાત સરકારે વિદેશમાંથી આવતા કે પછી પરપ્રાંતીય રાજ્યમાંથી આવતા ઉપરાંત જિલ્લા કે તાલુકા વિસ્તારમાંથી પરત આવતા નાગરિકોને કોરોના વાયરસના કારણે ૧૪ દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સરકારની સૂચના છે,ત્યારે ગત તારીખ ૪ એપ્રિલના રોજ શહેરા તાલુકાના અણીયાદ ગામના ગામતળ ફળિયામાં રહેતો એક શખ્સ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પોતાના વતનમાં આવ્યો હતો ત્યારે અણિયાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોરોન્ટાઈન સર્વેલન્સ ટીમના ડો નિલોફર રાઠોડ અને એમ પી એચ ડબ્લ્યુ દીપક બારીઆ દ્વારા તેઓની તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને સરકારની સુચનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને ૧૪ દિવસ સુધી ઘરમાં જ કોરોન્ટાઈનમાં રહેવાનું જણાવ્યું હતું રવિવારના રોજ ડો નિલોફર રાઠોડ તેમની આરોગ્યની ટિમ અને પોલીસ કર્મચારી વજેસિંહ શકરાભાઈ તેઓના ઘરે તપાસ અર્થે ગયા હતા ત્યારે આ શખ્સ તેના ઘરે મળી આવેલો ન હતો તેના પિતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર તારીખ ૧૧મી એપ્રિલના રોજ રાત્રીના ૧૦ વાગ્યે મધ્યપ્રદેશ ઉજ્જૈન જાવા નીકળી ગયો હતો.બનાવની જાણ થતાં તાલુકા આરોગ્ય અધિકારી તાત્કાલિક શહેરા પહોંચ્યા હટાણે તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ડો નિલોફર રાઠોડે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જિલ્લા સમાહર્તા ના જાહેરનામા નંબર એમ એ જી/કોરોના/જાહેરનામા/૫૫૧/૨૦૨૦ તા. ૨૩/૦૩/૨૦૨૦ મુજબ કોઈ મુસાફર કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તારમાંથી મુસાફરી કરીને આવેલો હોય તો તેણે ૧૪ દિવસ સુધી ઘરમાં કોરોન્ટાઈન માં રહેવાનું જણાવવામાં આવેલું હોવા છતાં માનવ ઝીંદગીને ઝોખમમાં મૂકે તેવી કાયદેસરની જવાબદારી ચૂક કરી ઘરની બહાર નીકળી જાહેરનામનો ભંગ કરેલો હોવાથી તેના વિરુદ્ધ ઈ. પી.કો.કલમ ૨૬૯/૨૭૦/૧૮૮ તથા ધી એપેડેમીક ડીસીઝ એકટ ની કલમ ૩ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here