શહેરા તાલુકાનાં વલ્લભપુર ગામે જે. બી .સોલંકી સહિત મામલતદાર મેહુલ ભરવાડ પી.એસ.આઇ. કુલદીપ સિંહ ઝાલા અને જે.કે.ભરવાડ માનવસેવામાં જોડાયા

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા તાલુકાનાં વલ્લભપુર ગામના જે. બી .સોલંકી સહિતના યુવાનો દ્વારા લોકડાઉનના સમયમાં 500 જેટલા શ્રમિકોને ભોજન પુરૂ પાડવાની સેવા કરી રહયા છે. જ્યારે મામલતદાર મેહુલ ભરવાડ સહિત પી.એસ.આઇ.કુલદીપ સિંહ ઝાલા અને પી.એસ.આઇ.જે.કે.ભરવાડ પણ આ માનવસેવામા જોડાઈ ને શ્રમિકો , પરપ્રાંતીઓની મુલાકાત લેવા સાથે ભોજન આપ્યુ હતુ.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોક ડાઉન નું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયુ છે. 12 દિવસથી રસ્તાઓ ઉપર વાહનો અને લોકોની અવર જવર પર બ્રેક લાગી હતી. જ્યારે જિલ્લાના શહેરા પોલીસ દ્વારા ચુસ્તપણે પ્રજાજનોને લોક ડાઉન નુ પાલન કરાવતા નજરે પડી રહયા છે . નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ હોવાથી છૂટક કમાઈને અને રોજ કમાઈને ખાનારા પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગરીબ હોય કે શ્રમિકો બે ટાઈમ જમવાનું નસીબ થશે કે નહી તેવા વિચારમાં દિવસ જતા હોય છે.ત્યારે તાલુકાના વલ્લભપુર ગામના યૂવા અને સામાજીક કાર્યકર જે.બી. સોલંકી દ્રારા એક માનવતાભર્યુ કામ કોરોનાના કહેર વચ્ચે કરવામા આવી રહયુ છે. હાલમા નગરપાલિકા વિસ્તારમા આવેલ ઝૂપડપટ્ટીમા રહેતા લોકોની હાલત લોકડાઉનને કારણે કફોડી બની છે.આવા કપરા કાળમાં વલ્લભપુરનાઆ યુવાન જે.બી.સોલંકી અને યુવાનો દ્વારા લોકડાઉન ના દિવસથી ગરીબ અને શ્રમીકોને અલગ-અલગ વિસ્તારમાં જઇને ભોજન અને ફુડ પેકેટ આપીને પેટનો ખાડો પુરવાનૂ કામ કરવામા આવી રહ્યુ છે. જ્યારે આ માનવ સેવા ને જોતા મામલતદાર મેહુલ ભરવાડ, પી.એસ.આઇ જે.કે. ભરવાડ અને પી.એસ.આઇ કુલદીપ ઝાલા પણ દાળ ,ભાત ,શાક અને પુરી સહિતનું ભોજન ૫૦૦થી વધુ લોકો ને ખવડાવીને આ સેવામાં જોડાયા હતા. નાના હોય કે મોટા હોય તે પણ હાલની આવી પરિસ્થિતિમાં જમવાનું લેતા હોય છે. રોજિંદા જે.બી.સોલંકી દ્વારા 500 થી વધુ લોકોને ભોજન અને નાસ્તો આપવામાં આવી રહયો છે.જે.બી. સોલંકી પોતાના સાથીમિત્રો સાથે અલગ અલગ વિસ્તારો તેમજ કામધંધા માટે પડાવ નાખવામા આવેલા હોય તે વિસ્તારોમા ફરીને જમવાનુ પુરૂ પાડીને અનોખો સેવાયજ્ઞ કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયમા કરી રહ્યા છે. જ્યારે મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા આ માનવ સેવાને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here