શહેરા તાલુકાનાં રેણા મોરવા ખાતે યુરિયા ખાતર મેળવવા ધરતીપુત્રો લાંબી-લાંબી કતારોમાં અટવાયા

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોકડાઉન ની હાલની પરિસ્થિતિ વચ્ચે સામાન્ય વર્ગ હોય કે પછી ખેડૂત વર્ગ હોય તેઓ ચિંતિત છે. તાલુકાના ગામોમાં સસ્તા અનાજની દુકાન ખાતે રેશનકાર્ડ ધારકોની મફત અનાજ લેવા માટે લાંબી લાઈનો હજુ પણ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ તાલુકા ના મોરવા રેણા ગામ ખાતે સેવા સહકારી મંડળી ખાતે આજુબાજુના ગોકળપુરા, ભુરખલ, તરસંગ, પોયડા અને સ્થાનિક ગામ સહિત 20 થી વધુ ગામના ખેડૂતો ખાતર લેવા માટે સવારથી ઉમટી આવ્યા હતા. ખેડૂતો લાંબી લાઈનમાં એક થેલી યુરિયા ખાતર લેવા માટે ઊભા રહી ગયા હતા. દિવસ દરમિયાન સેવા સહકારી મંડળી ખાતે આજુબાજુના ગામના ખેડૂતો ખાતર લેવા માટે આવતા નજરે પડી રહ્યા હતા. જ્યારે ખાતરની તાતી જરૂરિયાત વચ્ચે પાંચ થેલી યુરિયા ખાતરની જરૂરીયાત સામે માત્ર એક થેલી મળતા જગતનો તાત ચિંતાતુર થયો હતો. સહકારી મંડળી ખાતે પોલીસના બંદોબસ્ત વચ્ચે દિવસ દરમિયાન ખેડૂતોને ખાતર નું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here