શહેરા તાલુકાનાં એક ગામમાં માસ્ક ન પહેરવા પર પ્રથમ વખતે ૨૫૦ અને બીજી વખતે ૫૦૦ રૂ. દંડની જાહેરાત….

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે વિશ્વની ચારે દિશાઓ કિલકારીઓથી ગુંજી રહી છે, આવા સમયમાં દરેક માનવીને એલર્ટ નહિ એક્ટીવ થવાની જરૂર છે…..

જ્યારથી સૃષ્ટીનું સર્જન થયું હશે ત્યારથી લઈને આજના કહેવાતા કળયુગ સુધી આ પ્રથમ એવો બનાવ હશે કે જેનો ઈતિહાસ સમગ્ર વિશ્વમાં એકી સાથે….એક જ જેવો…અને એક જ વિષય પર લેખાતો હશે…!! આજે સમસ્ત વિશ્વમાં ચારે દિશાઓ કિલકારીઓથી ગુંજી રહી છે અને દિન પ્રતિદિન ધરતીના ધબકારાઓ વધી રહ્યા છે, માનવ જીવન મુશ્કેલીમાં સપડાતું જાય છે. કોરોના નામના કહેરએ નાના બાળકથી લઇ વયોવૃદ્ધ સુધીના મસ્તકમાં પોતાની બીક કાયમ કરી લીધી છે, હવે આવનાર સમયમાં શું થશે એ તો વિધીનો વિધાન લખનાર વિધાતા જ જાણતો હશે…!! પરંતુ આજે કોરોનાનાં કહેરએ ૧૮૪ થી પણ વધુ દેશોમાં પોતાનો પ્રકોપ ઠાલવી દીધો છે. વિશ્વગુરૂ એવા અમેરિકાની હાલત સૌથી સૌથી ખરાબ બની ગઈ છે. અમેરીકામાં લાખો લોકો આ માનવભક્ષી વાયરસથી સંક્રમિત થઇ ગયા છે જયારે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ ધીરે-ધીરે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે અને હવેતો એવો સમય આવી ગયો છે કે આંતરિયાળ વિસ્તારના અનેક ગ્રામ્યજનો સ્વેચ્છાએ પોત પોતાના ગામોને લોક કરી રહ્યા છે એટલે કે ગામમાંથી પસાર થતા રોડ-રસ્તાઓ બંધ કરી રહ્યા છે તેમજ ગામમાં રહેતા લોકોને પણ મોઢા પર માસ્ક પહેરવા અનુરોધ કરી રહ્યા છે. આવો જ એક બનાવ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

શહેરા તાલુકાની ધાધલપૂર ગ્રામપંચાયત દ્વારા માસ્ક પહેરવાનુ જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યુ છે અને બોર્ડ પર શુદ્ધ ગુજરાતીમાં લખવામાં આવ્યું છે કે ગામમાં દરેક નાગરિકે પોતાના મોઢા પણ માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે અને જે કોઈ ગ્રામ્યજનએ પ્રથમ વાર માસ્ક નાં પહેર્યું હોય તો તેના પર ૨૫૦ રૂપ્યા નો દંડ તથા બીજી વખત પણ એવી ભૂલ કરી માસ્ક નહિ પહેર્યું હોત તો ૫૦૦ રૂપ્યાનાં દંડ ની વસુલાત કરવામાં આવશે.. ગામમાં આવા લખાણ લખેલા અનેક બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ ગામ જવા આવવાના રસ્તા પર એવું પણ લખવામાં આવ્યું છે કે બહારની કોઈ પણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહિ. ગ્રામ્યજનો દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પ્રથમ નજરે ગામ લોકની દહેશત બયાન કરે છે પરંતુ આ મહામારીના સમયમાં ગામ લોકોની આ ચતુરાઈ કહી શકાય છે. કારણ કે આજે કોરોનાની સામે લડવું હોય તો પોત-પોતાના ઘરમાં રહી લડવું યોગ્ય લેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here