શહેરા-ગ્રામીણ વિસ્તારોમાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગણપતિ પ્રતિમાઓનુ વિસર્જન

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામા આજે વિવિધ જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાના ગ્રામીણ વિસ્તારમાં  સ્થાપિત ગણપતિની પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. ગણપતિ બાપા મોરિયા આવતા વરસે લકરિયા જેવા ગગન ભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યુ હતુ.
દસ દિવસના આતિત્થ માણ્યા બાદ ગજાનન ગણપતિનુ ગ્રામીણ વિસ્તારોમાં વાજતે ગાજતે વિસર્જન કરવામા આવ્યુ હતુ. ગણપતિની પ્રતિમાઓને વિશાળ ટેક્ટર પર બેસાડીને શોભાયાત્રા કાઢવામા આવી હતી,સાથે ડી.જેના તાલે ગણેશભક્તો ઝુમતા જોવા મળ્યા હતા.લાભી ખાતે ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ હતી.ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલદી આના જેવા ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યુ હતુ.ગણેશ પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here