શહેરા : ગમન બારીયાના મુવાડા ટોલનાકા ખાતે કોરોનાનાં કાળમુખી કહેરના ઓથા હેઠળ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે

શહેરા,તા-૩૧-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને નેશનલ હાઈવે માર્ગ ઉપર આવેલ ટોલ નાકા બંધ છે .ત્યારે શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર આવેલ ટોલનાકા તમામ શરૂ છે. જ્યારે ગમન બારીયાના મુવાડા ટોલનાકા ખાતે મેનેજર સહિતનો સ્ટાફ ફરજ પર છે. આ હાઇવે માર્ગ પર કાર જેવા વાહનો ફ્રી મા અવર જવર કરતા હોય છે .અને હાલમાં આ ટોલનાકા પરથી દિવસ દરમિયાન ૧૫૦ જેટલા મોટા વાહનો પસાર થતા હોય છે. આ દિલ્હી મુંબઈ હાઈવે માર્ગ સતત વાહનોથી ધમધમતો હતો ત્યારે દિવસ દરમિયાન 30 હજારથી વધુ વાહનો પસાર થતા હતા. જ્યારે એની જગ્યાએ અત્યારે આ માર્ગ ઉપર એકદમ વાહનોની અવર જવર ઓછી છે. કોરોના વાયરસ ને લઈને સરકાર દ્વારા પ્રજાજનોને ઘરની બહાર નહિ નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અહીં ટોલનાકા ખાતે ફરજ બજાવતો હાલ નો સ્ટાફ તેમને ક્યારે રજા મળે તેની કાગડોળે રાહ દેખી રહયો છે. હાલમાં હાઈવે માર્ગ ઉપર બે સાઈડ વાહનોની અવર જવર પર બ્રેક લાગી ગઇ હોવાથી હાઈવે સુમસામ જોવા મળી રહયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here