શહેરા : એક તરફ કોરોનાની માર અને બીજી બાજુ ઉભા પાકમાં જીવાત…: જગતના તાતની ચિંતામાં વધારો….

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે એક તરફ કોરોના વાય્રસેનો કહેર પ્રસરાઈ રહ્યો છે જ્યારે બીજું બાજો વિધિનો વિધાન લખનારો વિધાતા નારાજ હોય એવું લાગી રહ્યું છે, હાલ ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્ર સહીત ભારતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા વરસી ગયા હતા અને પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામતા વાતાવરણ ભેજયુકત બની ગયું હતું જેના કારણે શહેરા તાલુકાના મોરવા રેણા પંથકમાં ખેતરમાં રહેલ ડાંગર અને બાજરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતાને લઇને ખેડૂતો ચિંતિત થઇ ઉઠ્યા છે. ખેતરમાં રહેલ ડાંગરના પાકમાં રોગ દેખાઈ દેતા ખેડૂતે દવાનો છંટકાવ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બાજરીના પાકમાં ઈયળોનો ઉપદ્રવ હોવાથી તેમાં પણ દવાનો છંટકાવ ખેડૂતે કર્યો હતો. જ્યારે ડાંગર અને બાજરી સહિતના પાકમાં દવાનો છટકાવ કરવા છતાં ઈયળની ઉપદ્રવ અને રોગ દૂર ના થતા ખેડૂત વર્ગ ચિંતામાં ગરકાવ થયો હતો જ્યારે હાલની આવી કપરી પરિસ્થિતિ વચ્ચે જગતનાં તાતને અનેક આશા હતી તેના પર પાણી ફરી વળ્યું હોય તેવું તેમને લાગી રહયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here