શહેરામાં સ્થાનિક 14 લોકો સહિત બહારના રાજ્યમાંથી આવેલ 5 મળીને કુલ ૧૯ જેટલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

હાલ સમસ્ત વિશ્વમાં મહામારીરૂપે સાબિત થનાર કોરોના વાયરસને લઈને કેન્દ્ર સહિત રાજ્ય સરકારો પણ સતર્કતા દાખવી રહી છે જેના કારણે જિલ્લા પ્રશાસનની નજર હેઠળ શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજીનું વેચાણ કરતા 14 લોકો અને બહારના રાજ્યમાંથી આવેલ 5 મળીને કુલ ૧૯ જેટલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અને તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કોરોના કહેરને લઈને ડોક્ટર સહિતની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ડોક્ટર સહિતની ટીમો તાલુકાના વિસ્તારમાં જઇને ગ્રામીણ લોકોના સ્વાસ્થ્યની તપાસણીની હાલ કરી રહયા છે. જ્યારે લોકડાઉનના શરૂઆતથી અત્યાર સુધીમાં તાલુકાના સુરેલી, વાઘજીપુર, નાડા, મંગલપુર, મોરવા રેણા, બાહી સહિતના અનેક ગામોમાં કામ ધંધા અર્થે બહાર ગયેલ લોકો પોતાના માદરે વતન આવ્યા હતા. અને અત્યાર સુધીમાં 5254 જેટલા લોકો ની સંખ્યા આરોગ્ય વિભાગની કચેરી ખાતે નોંધાઇ હતી. તાલુકા આરોગ્ય વિભાગ પ્રજાજનો ને ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી અપીલ કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here