શહેરામાં વધુ ભાવ લઇ યુરીયા ખાતર વેચાતા દુકાનદારને પોલીસે ઝડપી પાડ્યો,જો વધુ તપાસ થાય તો ખાતર માફિયાઓના નકાબ ઉતારી જાય : ધરતીપુત્રો

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરામા કરીયાણાના એક દુકાનદાર દ્વારા વધુ ભાવ લઈને યુરીયા ખાતરનું વેચાણ કરતો હોવાથી તંત્ર દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ યુરીયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓના નામ ખૂલી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

શહેરા નગરના બસ સ્ટેશન વિસ્તારમાં કરિયાણાના દુકાનદાર નારાયણદાસ દ્વારા વધુ ભાવ લઈ ને યુરીયા ખાતર વેચાણ કરી રહી હોવાથી તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી હાથ ધરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે આ દુકાનદાર પાસે યુરીયા ખાતર વેચવા માટેનું લાયસન્સ ન હોવા છતાં ખાતરનુ વેચાણ પાછલા કેટલાક સમયથી કરી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો. અને કઈ દુકાનોમાં છૂપી રીતે યુરીયા ખાતરના વધુ ભાવ લેવામાં આવી રહયા છે. તે દિશામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓના નામ ખુલી શકે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ તો તંત્ર દુકાનદાર સામે માત્ર પોલીસ ફરિયાદ કરીને સંતોષ માણી રહયુ હોય તેમ લાગી રહયુ છે. ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર ખેડૂતને લેવું હોય તો આધાર કાર્ડ નંબર આપવો પડતો હોય છે ત્યારે આ દુકાનદાર પાસે આ ખાતરનો જથ્થો કોણે આપ્યો તે દિશામાં નિષ્પક્ષ તપાસ થાય તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. હવે જોવું રહ્યું કે આ લોકડાઉન જેવા કપરા સમયમાં ઉઘાડી લુંટ ચલાવનારાઓને તંત્ર છાવરે છે કે પછી વધુ તપાસ કરી ખાતર માફિયાઓનો સફાયો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here