શહેરાના વલ્લભપુર ગામના યુવાનોએ લોકડાઉનના સમયમાં ગરીબ લોકોને ભોજન પુરુ પાડવાનુ સેવાયજ્ઞ હાથ ધર્યું

શહેરા,તા-03-04-2020

પ્રતિનિધી :- ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના યૂવા અને સામાજીક કાર્યકર જે.બી. સોલંકીની એનજીઓ સાર્વજનિક યુવા ટ્રસ્ટ દ્રારા એક માનવતાભર્યુ કામ કોરોનાના કહેર વચ્ચે કરવામા આવી રહ્યુ છે,હાલમા શહેરાનગરપાલિકા વિસ્તારમા આવેલી છુટક ઝૂપડપટ્ટીમા રહેતા લોકોની હાલત લોકડાઉનને કારણે કફોડી બની છે.ત્યારે તેમની છુટક મજુરી કામંધધા પણ બંધ છે.આવા કપરા કાળમાં વલ્લભપુરનાઆ યુવાન જેબી સોલંકીની એનજીઓ દ્રારા આ ગરીબ લોકોને નાસ્તો ફુડ પેકેટ આપીને પેટનો ખાડો પુરવાનૂ કામ કરવામા આવી
રહ્યુ છે.જેબી સોલંકી પોતાના સાથીમિત્રો સાથે શહેરાના ઝુપડપટી વાળા વિસ્તારો ,કામંધંધા માટે પડાવ નાખવામા આવેલા હોય તે વિસ્તારોમા ફરિને જમવાનુ પુરુ પાડીને અનોખો સેવાયજ્ઞ કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયમા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here