વાહ રે…ગોધરા વાહ… વાત હતી દિપ પ્રગટાવવાની…પરંતુ અફશોસ અહી તો ફટાકડા ફૂટ્યા..!!!

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

ચીનની હદ બહારની ચતુરાઈઓનાં પ્રતાપે આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામના માનવભક્ષી સંકટનો સામનો કરી રહ્યો છે. ભારતમાં આ ભયંકર વાયરસનાં કારણે ૩૦૦૦ થી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે જેથી આં મહામારીનો સામનો કરવા ભારત સરકારે સમસ્ત દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા દેશની જનતાને રવિવારે રાત્રે ૯ વાગ્યેની ૯ મિનીટ માટે લાઈટો બંધ રાખી દિપ પ્રાગટય કરવાની અપીલ કરવામાં આવી હતી. ગોધરા નગરમાં મોટા ભાગના લોકોએ આ અપીલને માન્ય રાખી ઘર આંગણે તેમજ અગાસી કે પછી ધાબા ઉપર દિપ પ્રાગટ્ય કરી મોદીજીના આદેશ નું પાલન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અમુક મનમોજી અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ આ અપીલને પોતાની મોજ બનાવી દીધી હતી એટલે કે મોદીજીનાં કેહવાના અર્થને અનર્થમાં પરિવર્તિત કરી દીધો હોય એમ અગાસીઓ પર જઈ ફટાકડા ફોડી ધૂમ-ધડામનો માહોલ બનાવી દીધો હતો જ્યારે અમુક લોકો તો રાસ ગરાબાના પોગ્રામ હોય એવી રીતે બૂમો પાડતા જોવા મળ્યા હતા. તો કોઈ થાળીઓ વગાડતા પણ દેખાય આવ્યા હતા. મોદીજીએ માત્ર દિપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી હતી તો આ લોકો જાણે કોરોના વાયરસ નસ્તો નાબુદ થઇ ગયો હોય એમ ઉત્સવ મનાવવા લાગ્યા હતા. એક કલ્લાક માટે તો એ નજારો દિવાળી જેવો બનાવી દિધો હતો. તે સમયે ગોધરા શહેરમાં કોઈ ઉસ્તવ ઉજવાતો હોય એવો માહોલ દેખાઈ રહ્યો હતો . જ્યારે ગોધરા તાલુકાના આજુબાજુનાં અનેક ગામોમાં ગામના સમજદાર લોકો દ્રારા પોતાના આંગણામાં માત્ર દિપ પ્રાગટ્ય કે પછી મિણબતી જેવી પ્રકાશીત વસ્તુઓથી રોશની કરવામાં આવી હતી. અને પોતાના ઘરોની લાઈટો ૯ મિનીટ માટે બંધ રાખવામા આવી હતી. આગાઉ પણ મોદીજીએ અપીલ કરી હતી કે, પોતાના ઘરેથી થાળી,સંખ વગાડી દેશના ડોક્ટરો, પોલિસ જવાનો, મિડીયા, તેમજ સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કરો…. ત્યારે પણ ગોધરા નગરના અમુક લોકો ખોટી રીતે રાસ ગરબા રચી સ્પીકર જેવા ઉપકરણો પર નાચતા જોવા માળ્યા હતા. અને મોદીજીની અપીલને પોતાની મોજ બનાવી દીધી હતી. ત્યારે આ વખતે પણ માત્ર દિપ પ્રાગટ્ય કરવાનું કહ્યું હતું પણ અમુક લોકો દ્રારા ફટાકડા ફોડી જાણે કે કોરોનાનો નાસ થય ગયો હોય અને ઉત્સવ મનાવતા હોય એ રીતે મોજ માણતા દેખાય આવ્યા હતા.

કોરોના વાયરસ જેવી મહામારીનાં સમયે જાહેર જનતાને અપીલ છે કે આ દિપ પ્રાગટ્ય કરવાનું કારણ એ હતું કે આપણે સહું લોકડાઉનનો પ્રામાણીકતાથી અમલ કરી હાલ પોત-પોતાના ઘરમા રહીએ છીએ તેમછતાં આપણે એકલા નથી, આપણી સાથે સમગ્ર દેશ ઉભો છે જેથી આપણા અખંડ ભારતની મહાન સંસ્કૃતિને માન આપી અનેકતામાં એકતાના દર્શન કરાવવા માટે જ આ દિપ પ્રાગટ્ય કરવાનું હતું. આપણે સહું સાથે મળી આ કોરોનાની લડત લડીએ છીએ ના કે મોજ મસ્તી કરીએ છીએ…!!. હજુ પણ દેશમા કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે આપણે આવી મુર્ખાઈ નથી કરવાની તે વાત ધ્યાને લેવાની ખુબજ જરૂર છે. આવી રીતે ઢોલ નગારા વગાડવાથી કે પછી ફટાકડા ફોડવાથી આ વાયરસ ભાગી નથી જવાનો પણ સરકારની અપીલને ધ્યાને લઈ ઘરોમા રહેવાથી આ કોરોનાનાં કહેરની સામે લડત આપણે અવસ્ય જીતીશું. નહિ તો વિશ્વનાં સુપર પાવરની આજે જે હાલત છે એ કોઈનાથી છુપી નથી….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here