વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન લોક ડાઉનનો ભંગ કરનાર ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા

વાંકાનેર,

પ્રતિનિધિ :- આરીફ દીવાન

વાંકાનેરના નવા પરા વિસ્તારમાં સાત વ્યક્તિઓ અને મિલ પ્લોટમાંથી ૪ એમ કુલ ૧૧ વ્યક્તિઓને અટક કરી

હાલ વિશ્વમા કોરોનાવાયરસ અંતર્ગત લોકો ચિંતક બન્યા છે ત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશના પણ માનવો આ ચેપી રોગ કરોના નો ભોગ બની રહ્યા છે ત્યારે વધુ રોગનો ભોગ ન બને તે માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ. કરણરાજ વાઘેલા ની કડક સૂચના અનુસાર વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં પી.આઈ રાઠોડ અને પી.એસ.આઇ મોલિયા સહિત સીટી પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં રહી લોક ડાઉન નો ચુસ્તપણે અમલ કરાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજરોજ તારીખ 22 4 2020 ના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન સીટી પોલીસ વિસ્તારમાં આવેલા નવા પરા વિસ્તાર અને મીલ પ્લોટ વિસ્તારમાંથી ૧૧ જેટલા શખ્સોને લોક ડાઉન ભંગ બદલ અટક કરવામાં આવ્યા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે નવાપરા વિસ્તારના ૭ વ્યક્તિ અને મીલ પ્લોટ માંથી ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે તેના પર જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પેટ્રોલિ કરનાર પોલીસ ટીમ તસવીરમાં નજરે પડે છે જેમાં પી.આઈ રાઠોડ અને પીએસઆઇ મોલિયા સહિત સ્ટાફ તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here