વાંકાનેર શકતીપરા સરકારી પ્રાથમિક શાળાના ૨૧૮ વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી રહ્યા છે

વાંકાનેર, (મોરબી),

પ્રતિનિધિ :- આરીફ દિવાન

વાંકાનેર શક્તિપરા……..
સરકારી પ્રાથમિક શાળા દ્વારા લોક ડાઉન નો ચુસ્તપણે અમલ કરવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે ઘરે ઘરબેઠા લેસન કરવું ઘરની બહાર નીકળવું નહીં કડક સૂચના સાથે લોક ડાઉન નુ કરાવે છે પાલન”

હાલ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ અંતર્ગત વિશ્વભરના લોકો ચિંતક બન્યા છે ત્યારે દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયર અંતર્ગત સરકાર દ્વારા સાવચેતીના પગલાંરૂપે સરકારી શાળા ખાનગી શાળા તેમજ ગુજરાતમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર ખાતે ની સરકારી શાળા દ્વારા શિક્ષકો દ્વારા જાતે વાલીઓ સમક્ષ અપીલ કરવામાં આવેલ છે કે આપના બાળકો ને ઘર બેઠા ભણાવો શાળા સ્કૂલ દ્વારા આપેલ લેસન કરાવો અને કામ વગર ઘરની બહાર કોઈ વાલી કે બાળકો ના જાય તેની તકેદારી રાખો જેથી કોરોના વાયરસ જેવા ચેપી રોગનો કોઈ ભોગ ન બને તેવી શક્તિપરા સરકારી પ્રાથમિક શાળા દ્વારા આચાર્ય મહેશભાઈ શિક્ષક વિજયભાઈ તેમજ શિક્ષિકા યોગીતાબેન,ઇલાબેન,જયશ્રીબેન,સંગીતાબેન,અનિષાબેન,જીતેન્દ્રભાઈ વગેરે પોતાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં નહીં તેવા પ્રયાસો સબબ વાંકાનેર ખાતે ની સરકારી શક્તિપરા પ્રાથમિક શાળા દ્વારા ખરા શિક્ષક તરીકેની ઓળખ આપતી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને સલામ છે અત્રે નોંધનીય છે કે શક્તિપરા વિસ્તાર ના વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા મારફત લેસન કરતા ફોટા વાલીએ મોકલવા અને તે શક્તિપરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ વાઇઝ બનાવેલા ગ્રુપમાં શેર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે જેથી વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને મોબાઈલ મધ્યમથી શિક્ષકો દ્વારા તેને માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે અને સવારે અને સાંજે બે વખત શિક્ષકો દ્વારા શેરીયે ગલીએ રાઉન્ડ મારવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ લેસન માં કાળજી રાખે અને પોતાનું અને શાળાનું નામ રોશન કરે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી આશા સાથે વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે તેવા તકેદારીના કાર્યો શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેમાં ધોરણ ૧થી૮ સુધીના વિદ્યાર્થીઓ નું શિક્ષકો દ્વારા ઘર બેઠા શિક્ષણ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકે સાથો સાથ લોક ડાઉન નો ભંગ ના કરે તે અર્થે સરકારી શાળાના શિક્ષકો પણ સારી એવી મહેનત કરતા હોય તેવું જાણવા મળ્યું છે જે ૨૧૮ લેસન કરતા વિદ્યાર્થીઓ તસવીરો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here