વાંકાનેર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સેનિટાઇઝ અને સફાઈ અભિયાન સાથે પ્રજાલક્ષી કામો કરાયા…

વાંકાનેર (મોરબી)
આરીફ દિવાન

વાંકાનેર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા અને શેરી ગલીમાં કચરો ગંદકી સાફ કરવું તેમજ વેપારીઓ સહિત તમામ સરકારી કચેરીમાં માસ્ક તેમજ શેનીટાઈઝર વિતરણની કામગીરી કરાઈ

ભારત સહીત ગુજરાત રાજ્યમાં જ્યારથી કોરોના વાયરસનો કહેર પ્રસરાયો છે ત્યારથી આજ દિનસુધી મોરબી જીલ્લાની વાંકાનેર નગર પાલિકા લોકહિતના દરેક કાર્યોમાં અગ્રેસર રહી છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા નગરપાલિકાની હદમાં આવેલ તમામ વિસ્તારોમાં કોરોના વાયરસ અંતર્ગત ગત તારીખ 23 3 2020 ના રોજથી આજદિન સુધી પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે અને આજે પણ ચીફ ઓફિસર ગિરીશ સરવૈયાના માર્ગ દર્શન હેઠળ વાંકાનેર શહેરના તમામ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવેલ છે તેમજ કોરોનાવાયરસ અંતર્ગત શંકાસ્પદ કેસ નોંધાવા જેવી ઘટનાઓમા ઘટના સ્થળે જઇ પ્રજાલક્ષી કાર્ય કરવામાં ચીફ ઓફિસરનો સિંહ ફાળો રહ્યો છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોરોના વાયરસ અંતર્ગત લોક ડાઉનમા લોકો સાથે મેડિકલના દુકાનદારો બમણા પૈસા લઈને છેતરપિંડી કરતા હોય જેવી ઘટનાઓમાં પણ ચીફ ઓફિસરે ચીવટ રાખી જાતે ખરીદી કરી રંગેહાથ મેડિકલના વેપારીને ઝડપી પાડયા હતા તેમજ માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસુલ કરેલ છે અને હાલ કોરોના વાયરસ અંતર્ગત તાજેતરમાં જ પોઝિટિવ કેસ નોંધાતા ત્રણથી ચાર વખત સેનેટાઈઝ કરાવી જે તે વિસ્તારમાં રહેતા લોકોને તમામને સવારે દૂધ શાકભાજી અને કરિયાણું પહોંચાડવાની કામગીરી જીવના જોખમે વાંકાનેર નગરપાલિકાએ સંભાળી છે અને હાલ જેમને હોમ કોરોનટાઈન કરેલ છે તે સોસાયટીમાં સતત બાજ નજર રાખી ઘટના સ્થળે ઓફિસર અને નગરપાલિકાની ટીમમાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી તેમજ પ્રમુખ રમેશભાઈ વોરા ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરવૈયા સહિત કર્મચારી હાર્દિકભાઈ તથા હિરેનભાઈ અરુણોદય સોસાયટીમાં જીવના જોખમે કોરોના અંતર્ગત સેને ટાઈઝર કરી ખરા પ્રજા ચિંતક તરીકેની ઓળખ પૂરી પાડી છે નગર પાલીકા વાકાનેર ના કર્મચારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી ફરજ ના ભાગ રૂપે કાબિલેદાદ કામગીરી કરી હોય તેમજ દરેક વોર્ડમાં જેમ કે ગત તારીખ 23 3 ના રોજ ભરવાડ પરા આંબેડકર નગર કુંભાર પરા સહિતના વિસ્તારોને શેનીટાઇઝ કરવામાં આવ્યા હતા તેમજ ૨૪ ૩ના રોજ રૂગનાથ શેરી વોરા શેરી નાની બજાર વગેરે વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો હતો આમ ગત તારીખ 23 3 2020 થી વાંકાનેર નગરપાલિકા દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત કોઈ રોગનો ભોગ ન બને તેવા પ્રયાસો સતત હાથ ધરેલ છે જેના ભાગરૂપે કોર્ટ કમ્પાઉન્ડ તાલુકા પંચાયત સરકારી હોસ્પિટલ સિટી સરવે કચેરી પોલીસ સ્ટેશન પ્રાંત અધિકારીની કચેરી સહિત માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથોસાથ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દરેક વાંકાનેર શહેરની શેરી ગલીમાં કચરા ગંદકી દૂર કરવા ની કામગીરી શરૂ રાખી છે સાથોસાથ શંકાસ્પદ કેસ હોય કે પછી પોઝિટિવ કેસ નોંધાઈ જ્યારે ઘટના સ્થળે ચીફ ઓફિસર ગિરી સરવૈયા સાથે તેનો સ્ટાફ દોડી જાય છે અને ફરજ ના ભાગે જીવના જોખમે દવાનો છંટકાવ તેમજ કોરો ટાઇઝ વિસ્તારમાં શાકભાજી દૂધ કરિયાણું વગેરે જીવન જરૂરિયાત વસ્તુ ઓ તેને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે ધન્ય છે વાંકાનેર નગરપાલિકા ની કામગીરી સલામ છે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયાને આ સમગ્ર કામગીરી માં વાંકાનેર નગરપાલિકા ના સંપૂર્ણ સ્ટાફ ફરજ ના ભાગે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર દિપક સિંહએ જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here