લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં દુકાનદારો માટે લેવાયો નિર્ણય….!!

રાજપીપલા,

પ્રતિનિધિ :-આશિક પઠાણ

આવતીકાલથી રાજ્યમાં દુકાનો ખોલવાની મંજૂરી….મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ સિવાયની દુકાનો ખોલી શકાશે.

માસ્ક, સોશિયલ ડિસ્ટર્ન્સનું કરવું પડશે પાલન…જેતે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા બહાર પડશે

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા ગતરોજ મોડી રાત્રે એક પરિપત્ર બહાર પડાયેલ છે જેમાં લોકડાઉનની પ્રક્રિયાને હળવી બનાવવા લોકોને પડતી તકલીફો દૂર કરવા રાબેતા મુજબ જનજીવનને ફરીથી પાટા ઉપર લાવવા દુકાનો ખોલવાની છૂટછાટ અપાયી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જે છૂટછાટ અપાયી રહી છે તેમાં શોપિંગ મોલ, શોપિંગ સેન્ટર, મોટા ભીડભાડ કરતા બજારોને આમાંથી બાકાત રખાયું છે. આમાં ગ્રામીણ વિસ્તારમાંની દુકાનો, એકલદોકલ આવેલ સોસાયટી ઓની દુકાનો, રહેણાંક વિસ્તારની દુકાનો ખોલવાનો જ આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. શોપિંગ મોલ, શોપિંગ સેન્ટર અને બજારો કે જ્યાં ભીડ ભાડ રહેતી હોય તે ખોલવાની કોઈજ છૂટછાટ આપવામાં આવશે નહીં.

ગૃહ વિભાગના જાહેરનામા બાબતે અવઢવની સ્થિતિ છે પરંતુ ખરું ચિત્ર જેતે રાજ્યોના જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામા બહાર પડશે ત્યારે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. જે વિસ્તાર કોંટેન્મેન્ટ જાહેર કરાયા છે ત્યાં કોઈ દુકાન ખોલી શકાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here