લોકડાઉન દરમ્યાન ડેડીયાપાડામાં જુગાર રમતા 4 નબીરાઓ ઝડપાયા…

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

પેટ્રોલિંગમાં નીકળેલી ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે 19500 ના મુદામાલ સાથે જુગરિયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા..

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ખાતનાં હાટ બજાર ફળિયા માં ગેરકાયદેસર પત્તા પાના નો જુગાર રમતા 4 નબીરાઓ ને ડેડીયાપાડા પોલીસે ઝડપી તૅમની અટકાયત કરી રૂપિયા 19500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

હાલ લોકડાઉનમાં સમગ્ર નર્મદા જિલ્લામાં પોલીસ તેનો અમલ કરાવવા પેટ્રોલિંગ કરે છે તેવા સમયે ગતરોજ ડેડીયાપાડા પોલીસ લોકડાઉન પેટ્રોલિંગ માં હતી ત્યારે પીએસઆઇ એ.આર. ડામોર ને બાતમી મળતા ડેડીયાપાડા ટાઉન માં આવેલા હાટ બજાર ફળીયા માં બાતમી મુજબ ની જગ્યા પર સર્કલ પી.આઈ.પી.પી. ચૌધરી તથા તેમના પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા 4 જુગારીયાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં (૧) જીગ્નેશ વિનોદભાઈ બૈરનાર,રહે, દેડીયાપાડા,ચાર રસ્તા,(૨)નીરવ નરેશભાઈ મોદી,રહે.દેડીયાપાડા,ચાર રસ્તા (3) સંદિપ ઉર્ફે હેપ્પી દેવેન્દ્ર સીંગ રખરા,રહે. દેડીયાપાડા,પટેલચાલી તથા (૪)હિતેશ ઉર્ફે ભોલો દેવજીભાઈ ઉર્ફે દિવાલભાઈ વસાવા ઉ.વ.૨૯ રહે. દેડીયાપાડા, હાટબજાર ફળિયા નો સમાવેશ થાય છે. જુગાર રમતા ઝડપી પાડેલા જુગારીઓ પાસેથી રોકડા રૂા.17500/- તથા મોબાઈલ ફોન નં.1 કિ. રૂા.2000/-મળી કુલ કિ.રૂા.19500/- ના મુદામાલ સાથે ઝડપી લઈ દેડીયાપાડા પો.સ્ટે. ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here