લોકડાઉન દરમિયાન બાળકો મધ્યાહન ભોજન યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે હેતુસર સંવેદનશીલ પહેલ…

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

ધોરણ 1 થી 5ના બાળકોને પ્રતિદિન 50 ગ્રામ અને 6 થી 8ના બાળકોને 75 ગ્રામ ઘઉં અને ચોખા લેખે 21 દિવસના જથ્થાનું વિતરણ

ધોરણ-1થી 8ના કુલ 1,87,226 બાળકોને ખાદ્યાન્નનું વિતરણ

લોકડાઉનના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે, ત્યારે મધ્યાહન ભોજનનો લાભ લેતા બાળકોનાં પોષણની સ્થિતિને નકારાત્મક અસર ન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ગોઠવીને બાળકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના ભયના કારણે શૈક્ષણિક પ્રવૃતિઓ સહિત મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન બનાવવા-જમાડવા સહિતની કામગીરી સ્થગિત છે ત્યારે જિલ્લાના બાળકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓની કુલ 1414 શાળાઓના 2,03,005 વિદ્યાર્થીઓને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે. બાળકોને બે તબક્કામાં આ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પહેલા 11 દિવસનો અને બીજા તબક્કામાં 10 દિવસનો જથ્થો વિતરિત કરવામાં આવ્યો છે. ધોરણ 1 થી 5ના બાળકોને પ્રતિ દિન 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખા પ્રમાણે 21 દિવસના કુલ 2.100 કિલો અનાજ તેમજ ધોરણ 6થી 8ના બાળકોને પ્રતિદિન 75 ગ્રામ ઘઉં અને 75 ગ્રામ ચોખામળીને કુલ 3.125 કિલોગ્રામ ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ ધોરણ-1થી 5ના 1,19,427 અને ધોરણ- 6થી 8ના 67,799 એમ કુલ 1,87,226 બાળકોને ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ બાકીના બાળકોને પણ ઝડપથી આ અનાજ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here