લોકડાઉન દરમિયાન ખાણ ખનીજ ટીમેં કાલોલ પાસેથી ઓવરલોડ ખનીજ વહન કરતું ડમ્પર ઝડપી પાડ્યું…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

ગોધરા ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા કાલોલ નજીક થી સાદી રેતી ભરીને પસાર થતું ડમ્પર નં જી.જે.૦૭ યુ.યુ ૮૩૭૭ ને રોકી ને પાસ પરમીટ માંગતા નિયત વજન ની રોયલ્ટી પાસ કરતા ૧૧.૫૦૦ ટન વધારે સાદી રેતી ભરેલ હોવાનું બહાર આવ્યું હતું સદર ડમ્પર અંધાડી ના તાહિરભાઈ નામ ના શખ્સ નું હોવાનું જાણવા મળ્યુ છે.જેથી ખનિજ ટીમ દ્વારા ઓવરલોડ ખનીજ ભરી સરકાર ને નુકસાન કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ડમ્પર ને સિઝ કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે અને નિયમ મુજબ ઓવરલોડ ખનિજ અંગે દંડ અંગે ની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here