લોકડાઉન દરમિયાન અવર-જવરમાં છૂટ માટે આપવામાં આવેલ પાસની મુદત તા.03/05/2020 સુધી લંબાવવામાં આવી

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના નિયંત્રણ માટે લોકડાઉનની મુદત તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધીના લોકડાઉનના સમય ગાળા દરમ્યાન વિવિધ જોગવાઇઓ ધ્યાને લઇને જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓની કચેરીએથી આવશ્યક સેવાઓના વેચાણ, પરિવહન, સ્ટોરેજના કામ સાથે સંકળાયેલ વ્યક્તિઓ તેમજ સેવાકાર્યો માટે પાસ આપવામાં આવ્યા છે. કેન્દ્રન સરકારની સૂચના અનુસાર અમુક એકમોને તેમનું યુનિટ ચાલુ રાખવાની મંજૂરીઓ આપવામાં આવેલ છે. આવા યુનિટમાં કામ પર જરૂરી હોય તેવા સ્ટાલફ/મજૂરોને પણ પાસ આપવામાં આવેલ છે.
જારી કરાયેલ પાસને રીન્યુમ કરવામાં આવે તો ઘણા લોકો એક જ જગ્યાપએ એક સાથે ભેગા થાય અને સોશિયલ ડિસ્ટ્ન્સય જળવાય નહિ તે માટે અગાઉ ઈશ્યુ કરેલ તમામ પાસની મુદત આગામી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે-તે પાસ/કોમોડિટી માટે અગાઉ જાહેર કરવામાં આવેલ સમય/નિયમો યથાવત રહેશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here