લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદોની વ્હારે આવ્યા સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી..

ઉપલેટા,

પ્રવાસી પ્રતિનિધિ,

ઉપલેટા ખાતે જયેશભાઈ હંમેશા સેવા સમર્પણની ભાવનાથી કાર્ય કરવામાં અગ્રેસર રહેતા આવ્યા છે

આધુનિકતાના મહાનાયક એવા ચીનમાંથી જન્મ લેનાર કોરોના નામક વાયરસે આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે અને પોતાના જનેતા એવા ચીનની સાથો-સાથ સમગ્ર ભ્રમાંડનાં ૧૮૪ થી પણ વધુ દેશોને ઘુંઠણે નમાવી માનવ જીવનને ભયમાં ધકેલી દીધો છે તેમજ જગત જમાદાર એવા અમેરિકામાં કોરોનાનાં કહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે જ્યારે એના માનવભક્ષી સંક્રમણના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવે તો ભારતને પણ કોરોનાના અજગરી ભરડાએ પોતાની બાનમાં લપેટવાની શરૂઆત કરી દીધી છે. રોજે રોજ ઉગતા-આથમતા સુરજની સાથે દેશમા કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે હાલના સમયમાં સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેથી રોજ મજુરીકામ કરતા અનેક જરૂરીયાતમંદ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેને ધ્યાનમાં લઇ આજે અનેક માનવતા પ્રિય લોકો જન-જનના હિતાર્થે આગળ આવી રહ્યા છે અને લોકોની તકલીફોના આંશુ પોતાની આંખોમાંથી વહાવી રહ્યા છે. જેમાં સમસ્ત સૌરાષ્ટ્રનાં લોકો માટે છેલા ૨૦ વર્ષથી અનેક સેવાકીય કાર્ય કરતા ઉપલેટાનાં સિદ્ધનાથ ટ્રસ્ટનાં પ્રમુખ અને સેવા સમર્પણની ભાવનાથી નિસ્વાર્થભાવે કાર્ય કરતા એવા જયેશભાઈ ત્રિવેદીની હાલની સેવા ખુબ સરાહનીય અને ઉપયોગી સાબિત થઇ રહી છે. તેઓ દ્વારા હાલ સમયને માન આપી જરીયાતમંદો માટેના ભોજન અને રાસન વિતરણ જેવા રચનાત્મક કાર્યો કરવામાં આવી રહ્યા છે તેઓ અનેક લોકો માટે હરહંમેશ ઉપયોગી અને કર્તુત્વ વ્યક્તિ રહેલા છે. તેમના સેવા કાર્ય માટે જ તેઓનું સંપૂર્ણ જીવન સમર્પિત છે, તેવું કહી શકાય કે જયેશભાઈ સેવાને પોતાની ફરજ સમજે છે સેવામાં કદી કોઈ હરીફાઈને પ્રાધાન્ય આપેલ નથી વાદ વિવાદથી પરે રહી પોતાની સેવા એજ પ્રભુ સેવાને જીવન મંત્ર રાખી ઉપલેટાના ચાર ટર્મથી નગર સેવક રહેલ જયેશભાઈ ત્રિવેદી હાલ ખુબ સરાહનીય કાર્ય કરી રહ્યા છે આમ પણ તેમની સેવા અને કાર્યો ખુબ પ્રેરણારૂપ અને સરાહનીય છે.

સામન્ય દિવસોમાં પણ તેઓ દ્વારા મેડીકલ કેમ્પ, દીવ્યાન્ગો માટે પાસ વિતરણ તથા સાધનો વિતરણ, નેત્ર યજ્ઞ, ઉનાળામાં સ્લીપર વિતરણ,એડ્સ અંગે સેમીનાર, કુંડા વિતરણ, સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓથી તેમનું જીવન ધબકતું રહ્યું છે તેમની સાથે સેવા કાર્યમાં રમેશભાઈ પાનેરા જગદીશભાઈ પૈડા મનુભાઈ બારોટ વગેરે હંમેશા જોડાયેલા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here