લોકડાઉનમાં માસ્ક વગર ફરતા અને કામકાજ વગર રખડતા મહિલા સહિત સાતની અટકાયત

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. પંચમહાલ જીલ્લામાં કોરોના પોઝિટીવ ૫૦ થી વધુ કેસ સામે આવતા સરકારે પંચમહાલ જીલ્લાને રેડ ઝોનમાં મુકેલ છે અને જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજ-વસ્તુ સિવાયની તમામ વસ્તુઓની ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા બહાર નીકળવાના સમયે નાકમો ઢાંકીને માસ્ક પહેરવાનું ફરજીયાત કરેલ છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને વગર કારણે આંટા ફેરા મારતા જોવા મળે છે મંગળવારે કાલોલના દેલોલ બજારમાંથી મીતુલ સુથાર અને અર્જુન નાયક કામ વગર આંટા મારતા તથા ગૌતમી ભટ્ટ માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા પોલીસે ધરપકડ કરી હતી તથા કાલોલ નગરમાં માસ્ક વિના ફરતા નિલ પટેલ અને નયનેશ પટેલને અટક કર્યા છે તથા કામ વગર આંટા મારતા હિતેશ પરમાર તથા વિરલ પરમારની પણ અટકાયત કરી છે. આમ મંગળવારે કુલ ૭ વ્યક્તિને જાહેરનામા ભંગ બદલના કુલ ૬ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતા કાલોલ સહિત તાલુકાના ગામોમાં કારણ વગર રખડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here