લોકડાઉનમાં નશો કરી કાર હંકારતો મવડીનો કેતન સાગઠીયા ઝડપાયો…

રાજકોટ,
પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

150 ફૂટ રિંગ રોડ પર સ્કાઈ હાઈટ પાસે કાર ઉંધી વળતા ઝપટે ચડ્યો…

કારના કાચ ઉપર મંજુરીપત્રકમાં કાર નંબર અલગ, કેક લેવા નીકળ્યો હોવાનું રટણ…!!

કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ રાખ્યા છે ત્યારે આજે રાત્રે રાજકોટના મવડી 150 ફૂટ રિંગ રોડ પર એક કાર બેકાબુ બનીને ઉંધી વળી હતી કારમાં ભારે નુકશાન થયું હતું માલવિયા નગર પોલીસે કાર ચાલક મવડીના જુના વણકરવાસમાં રહેતા કેતન નીતિનભાઈ સાગઠીયાને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી. કાર ચાલક નશો કરેલ હોવાનું ખુલતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે, ઝડપાયેલ કાર ચાલકની પોલીસે પૂછપરછ કરતા કેક લેવા નીકળ્યો હોવાનું રટણ કર્યું હતું. કાર પર જે મંજૂરી નંબર લગાવેલ હતો તે અલગ કારનું હોવાનું બહાર આવ્યું હતું અને એ મંજૂરી પત્રક પણ કાર ચાલકની પત્નીના નામનો હોવાનું કહી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here