લોકડાઉનમાં ડેડીયાપાડાના CPI સાથે BTPનાં આગેવાનની દાદાગીરી મામલે CPI ચોધરીએ ફરિયાદ નોંધાવી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસ વિભાગ દ્વારા વાઇરલ વિડીયોની તપાસ કરી BTP ના ચેતર વસાવા સહિત અન્ય એક ઇસમ સામે પોલીસ ફરિયાદ

પોલીસની કામગીરીમાં રૂકાવટ અને કાવતરૂ રચવા સહીત જાહેરનામાના ભંગની ફરિયાદ

કોરોના મહામારી વચ્ચે હાલ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન લાગુ છે, ત્યારે સરકાર દ્વારા નિયમોનાં કડક પાલન સાથે દિવસ દરમિયાન લોકડાઉનમાં અમુક છૂટછાટ અપાઈ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરી જરૂરી દસ્તાવેજો ના હોય એવાં વાહનોને ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ડેડિયાપાડાનાં CPI ચૌધરી સાથે BTP નાં કાર્યકર અને એમનાં સાથી દ્વારા ગેરવર્તણૂંક અને બોલાચાલી થયેલ આ સમગ્ર મામલાનો વિડીયો સોશીયલ મિડીયામા વાયરલ થયેલ જેથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી .

આ મામલે જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને બનાવની જાણકારી મેળવી હતી, દેડિયાપાડાના CPI પી.પી.ચોધરીએ ત્યારબાદ પોલીસ મથકમાં પોતેજ ફરિયાદી બની BTP ના આગેવાન ચેતર વસાવા રહે,બોગજ કોલીવાડા તાલુકા દેડિયાપાડા અને તેની સાથેના અબ્બાસ નાસીરહુસૈને પંજવાણી રહે. દેડિયાપાડા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સરકારી કર્મચારીની કામગીરીમા રૂકાવટ, પ્રાયોજીત કાવતરૂ રચી કોરોનાની મહામારીમા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ, વિડીયો બનાવી વૈમનસ્ય ઊભું કરવા વાઇરલ કરવામાં આવ્યા સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here