લાઠીનાં વોર્ડ નં-૩ માં આવેલ સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતી ચીજવસ્તુઓના વજન કાંટામાં ગોલમાલ થતા લોકોમાં રોષ

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

આજે કોરોનાં વાયરસનાં કહેરએ સમગ્ર વિશ્વને બાન લીધું છે અને ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણની અશર ધીરે ધીરે વધી રહી છે જેથી સરકારશ્રીએ ૨૧ દિવાસનાં લોકડાઉનનાં સમયમાં બીજા ૨૦ દિવસનો વધારો કર્યો છે, આ લોકડાઉનના સમયકાળ દરમિયાન નિસહાય બનેલા ગરીબ પરિવારો સહિત માધ્યમ વર્ગની પણ હાલત ડફોડી બની રહી છે ત્યારે આવા સમયમાં સરકારશ્રી દ્વારા સસ્તા અનાજની દુકાનોનાં માધ્યમથી વિના મુલ્યે એટલે કે મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યો છે અને આવા કપરા સમયમાં પણ જો કોઈ અનાજ માફીયો પોતાનો કમાલ બતાવી ગરીબોના પેટનું અનાજ બારો બાર આટા મિલોમાં રફેદફે કરવાનું કંદ કરી નાંખે તો એ ગરીબના પેટમાં કેવી આગની જ્વાલાઓ ઉભરતી હશે એ તો એનું મન જાણતું હશે….!!!

આવોજ એક બનાવ લાઠી નગરની સસ્તા અનાજની દુકાનમાં બહાર આવતા લોકોમાં રોષની લાગણી પ્રશારાઈ ગઈ હતી, લાઠી નગરની એક સસ્તા અનાજની દુકાનમાં દુકાનદાર દ્વારા ગ્રાહકોને અપાતા અનાજમાં નિયમ મુજબનાં વજન કરતા ઓછુ વજન કરી અનાજ આપતાં હોવાની બુમ ઉઠી હતી ત્યારે આ ફરીયાદના પગલે લાઠી વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર મારૂ અને જાગૃત નાગરિક એહમદભાઇ એ સસ્તા અનાજની દુકાન ઉપર નિલકંઠ શેરીમાં પહોંચ્યા હતા. અને આ બાબતે લાઠી મામલતદારને જાણ કરતા પૂરવઠા નાયબ મામલતદાર બાભંણીયા એક કલાક બાદ સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા ત્યાર બાદ તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જે ગ્રાહકોની ફરિયાદ હતી તેમના ઘરે -ચોખા-ખાંડ દરેક વસ્તુમાં ૨૦૦ થી ૪૦૦ ગ્રામ ઘટ હોવાનું પૂરવઠા અધિકારી બાભંણીયાની રૂબરૂમાં ભાંડો ફૂટ્યો હતો. બીજી તરફ દુકાનદારનુ એવું કહેવુ છે કે અમારે ગોડાઉનમાંથી ઓછુ વજન આપતાં હોય છે

ત્યારે ત્યાં ઉભા રેલા રહેલા અનેક લોકો ચર્ચા કરી રહ્યા હતા કે લાઠીમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબનો માલ કટકી કરવાનુ કોભાંડ ઘણા સમયથી ચાલતું આવ્યું છે અને આ માલ અનાજ માફિયાઓ બારોબાર સગેવગે કરિ લાઠીના જ વાહનમાં બ્હાર મોકલતા હોય છે તેમછતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય એમ અજાણ્યું બની તમાસા જોયા કરે છે. એક તો કોરોનાનાં કહેરનો ખૌફ અને બીજી તરફ લોકડાઉન આવા સમયે લાઠી નગરમાં ગરીબોની ભુખ કિલકારીઓ મારવા લાગી ત્યારે અમરેલીથી જીલ્લા પૂરવઠા અધિકારી પણ લાઠી દોડી આવ્યા હતા અને ઢાંકપિછોડો કરતા હોય એમ સામાન્ય ડીફરન્સ હોવાનું જણાવેલ હતુ તેમજ મીડીયા સમક્ષ નિવેદન આપવાનુ પણ ટાળ્યું હતું. પરંતુ આ તમામ બનાવમાં એક વાત તો ચોક્કસ પણે બહાર આવી રહી છે કે ઘણા સમયથી ચાલતું સસ્તા અનાજનું કોભાંડ પકડાતા બીજા અમુક અનાજ માફિયા એવા સસ્તા અનાજની દુકાનો ચલાવતા દુકાદારોમા ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here