રાજ્ય સરકારે મંજૂરી આપેલી તમામ દુકાનો દરરોજ સવારના 8 થી 12 સુધી ખુલ્લી રહેશે..

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

લોકડાઉનની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વેપારી સંગઠન અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની બેઠકમાં લેવાયેલો નિર્ણય

હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ વહીવટીતંત્ર અને વેપારી મહામંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે કે લોકડાઉનની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારે મંજુરી આપેલી દુકાનો સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી રાખવા નક્કી કરાયું છે જોકે વેપારીઓના આ નિર્ણયને વહીવટીતંત્ર એ આવકાર્યો છે.

આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહ, મામલતદાર વી .કે સોલંકી, હળવદ પીઆઇ સંદીપ ખાંભલા, ચીફ ઓફિસર સાગર રાડીયા, વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, ઉપપ્રમુખ ભીખાલાલ પટેલ, વેપારી અગ્રણી ગોપાલભાઈ ઠક્કર, ભરતભાઈ રબારી સહિતના વેપારીઓ દ્વારા તંત્ર સાથે બેઠક યોજી હતી.
જેમાં હાજર રહેલા વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો હતો કે રાજ્ય સરકારે તાજેતરમાં જે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે જેથી શહેરમાં લોકોની ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે સાથે સાથે લોકડાઉન ની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દુકાનો સવારના 8 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનું નક્કી કરાયું હતું.
વધુમાં વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ એ હળવદ ના વેપારીઓને અપીલ કરી છે કે આજે મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના વિવિધ વેપારી સંગઠનોના અગ્રણીઓ હાજર હતા જેથી આજે લેવાયેલો નિર્ણય વેપારીઓ અને લોકોના હિતમાં છે જેટલા નિર્ણયને સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here