રાજ્યોની VNSGU યુનિવર્સિટીની પરીક્ષા બાબતે વિધાર્થિઓના હિતમા નિર્ણય લેવાની માંગ સાથે NSUI નર્મદાનુ આવેદન…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજ્યની VNSGU યુનિવર્સિટીની પરીક્ષાના નિણૅય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિધાર્થિ ઓના હિતમા માસ પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવા માંગ સાથે NSUI નમૅદા તથા નાંદોદ વિધાન સભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર મનોજ કોઠારીને આવેદન પત્ર આપવામા આવ્યુ.
NSUI નર્મદા દ્વારા નર્મદા કલેક્ટરને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર મા જણાવ્યા અનુસાર બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને ન રહેવા જમવા તથા નાહવામાં હોસ્ટેલમાં કોરોનાનો ચેપ ફેલાય શકે છે તથા સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જાય તો બપોરે તેજ બેંચ પર બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો કોરોના સંક્રમણ ફેલાય શકે અને પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓ કોલેજ બહાર ટોળા થાય ને સંક્રમણ ફેલાય અને ટોળા થાય તો કલમ 144 નો ભંગ કહેવાય તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે. જેથી અમારી માંગ છે કે આ વર્ષે VNSGU તથા બીજી કોલેજોમાં માસ પ્રમોશન આપી પાસ કરવા આવેદનમાં જણાવ્યું હતું. જેમાં VNSGU નર્મદા પ્રમુખ નિકુંજ વસાવા તથા નાંદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા તથા NSUI ઉપપ્રમુખ મેહુલ પરમાર તથા મિતેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here