રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે નર્મદા જિલ્લાના પત્રકારોના ખબર-અંતર પૂછ્યા.. ફરજની સાથે-સાથે પોતાનું ધ્યાન રાખવા માટે પણ તેમણે અપીલ કરી….

રાજપીપલા ,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા).

રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ હાલ લોકડાઉનમાં પણ મીડિયાકર્મીઓને જે રીતે જોખમ હોવા છતાં પણ પત્રકારત્વનું સામાજિક ઉત્તરદાયિત્વ નું કામ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીથી બેઠા બેઠા પણ નર્મદા જિલ્લાના પત્રકાર મિત્રો ના ખબર અંતર પૂછ્યા હતા અને સાથે જ તેમના સુખકારી માટે પણ શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસ ના ખજાનજી અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ હર હંમેશા ભરૂચ નર્મદા જિલ્લાની તમામ જનતા માટે પણ એટલા જ ચિંતામણી હોય છે. અને ખાસ કરીને આ પરિસ્થિતિમાં જ્યારે નર્મદા જિલ્લો પણ કોરોના સંકટમાં છે ત્યારે એમની ચિંતા વધી જાય છે. એ સ્વાભાવિક છે આ પરિસ્થિતિમાં તેઓએ પોલીસ તંત્રની અને વહીવટી તંત્રની સાથે જ ખરે પગે ફરજ બજાવતા બજાવતા લોકતંત્ર ચોથા પ્રહરી એવા પ્રકારોના પણ ખબર અંતર પૂછ્યા હતા તેમને દરેકને ફોન કરીને તેમની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેમજ ફરજ ની સાથે સાથે પોતાનું ધ્યાન રાખવા માટે તેમણે પત્રકારોને અપીલ કરી હતી.
રાજપીપળાના પત્રકાર દીપકભાઈ જગતાપ સાથે ટેલિફોનિક વાતચીતમાં ખબર અંતર પૂછ્યા નર્મદા જિલ્લાની સ્થિતિ અને સમસ્યા થી અવગત કરાયા હતા.અને કોઈ સમસ્યા કે મુશ્કેલી હોય તો જણાવજો એમ કહેતા પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપકભાઈએ નર્મદા જિલ્લાની અખબાર નું વિતરણ કરતા ફેરિયાઓ માટે સેનીટાઇઝર અને માસ્ક, હાથમોજાની જરૂરિયાત અંગે વાત કરતાં તેમણે તરત જ નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવાને ફોન કરી મદદરૂપ થવા જન આવતા તરત જ અહેમદ પટેલની સૂચનાથી જ ધારાસભ્ય પી ડી વસાવાએ જરૂરી સામાન તરત જ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ફેરીયા બંધુઓ માટે પ્રેસ ક્લબ નર્મદાની સરાહનીય પ્રવૃત્તિને બિરદાવી હતી અહેમદભાઈ પટેલના સૌજન્યપૂર્ણ વ્યવસ્થા વ્યવહારથી પત્રકારો પણ પ્રભાવિત થયા હતા અને તેમનો આભાર પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here