રાજ્યની તમામ સુગર ફેકટરીઓએ શેરડીના ભાવ બહાર પાડ્યા…નર્મદા સુગરના ભાવ બહાર પાડવાનાં બાકી…!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સુગર ફેક્ટરીના વ્યવસ્થાપક મંડળની ચુંટણી પ્રક્રીયા ચાલતી હોય ભાવ બહાર પડાયા નથી : એમ. ડી. નરેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘના આદેશ મુજબ ગુજરાતની વિવિધ દક્ષિણ ગુજરાતમાં કાર્યરત સુગર ફેકટરીઓએ આગામી 2019-20 વર્ષ માટેના શેરડીના ભાવો નક્કી કરી તેની જાહેરાત પણ કરવામાં આવી ગઇ છે પરંતુ હજુ સુધી નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ચાલું સીઝનના ભાવો બહાર પાડવામાં ન આવતા ખેડૂતોમા આશ્ચર્ય ઊભો થયો હતો.

ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા સોથી ઉંચા ભાવ બહાર પાડવામાં આવેલ છે. ત્યારે નર્મદા સુગર પાસે પણ ખેડૂતો એવીજ આશા રાખીને બેઠા છે.

વર્ષ 2018-19 મા ગણદેવી સુગરે શેરડીનો 3035 રૂ. ભાવ પાડ્યો હતો જ્યારે 2019-20 મા 3311 રૂ, બારડોલી સુગરે 2018-19 મા 2753 રૂ.ભાવ પાડ્યો હતો. જ્યારે 2019-20મા 3152 રૂ, મહુવા સુગરે 2018-19માં 2505 રૂ. ભાવ પાડ્યો હતો. જ્યારે 2019-20 મા 2985 રૂ, મઢી સુગરે 2018-19 મા 2501રૂ. ભાવ પાડ્યો હતો. જ્યારે 2019-20 મા 2961 રૂ, ચલથાણ સુગરે 2018-19મા 2626 રૂ.ભાવ પાડ્યો હતો જ્યારે 2019-20મા 3056 રૂ, કામરેજ સુગરે 2018-19 મા 2376 રૂ. ભાવ પાડ્યો હતો જ્યારે 2019-20 મા 2776 રૂ, સાયણ સુગરે 2018-19 મા 2676 રૂ ભાવ પાડ્યો હતો જયારે 2019-20 મા 3081 રૂ, મહુવા સુગરે અન્ય સુગરની સરખામણીમા સૌથી વધુ 480 રૂપિયા વધુ ભાવ આપ્યો છે.

આ તમામની વચ્ચે નર્મદા-ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેકટરીએ આ વર્ષ માટે શેરડીનો ભાવ ન પાડતા અનેક તર્ક વિતર્ક ખેડૂતોમા વહેતા થયા છે.જોકે આ બાબતે આગામી દિવસોમાં યોજાનારી વહીવટી મંડળની ચુંટણી પ્રક્રીયા ચાલતી હોય ને શેરડીના ભાવોએ નિતી વિષયક બાબતોમાં સમાવિષ્ટ હોય ને ભાવો બહાર પાડવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના MD નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે જેથી ચુંટણી આચારસંહિતાને લીધે શેરડીનો ભાવ નથી પાડયો. ખાંડ ઉદ્યોગ સંઘ પાસે શેરડીનો ભાવ પાડવા મંજૂરી માંગી છે, મંજૂરી મળ્યા બાદ ખેડૂતોના હિત સહિત સુગર ફેકટરીના હિતને નુકશાન ન થાય એ રીતે ચાલું સીઝનના શેરડીના ભાવો બહાર પડાશે, એટલે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે આવનાર દિવસોમા નર્મદા સુગર ફેક્ટરીના વ્યવસ્થા મંડળની ચુંટણી પ્રક્રીયાને અનુલક્ષીને ભાવો બહાર પાડવામાં આવ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here