રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલ બંદિવાનોના માનસ સુધારણા પ્રવૃતિના ભાગરૂપે દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલ બંદિવાનોના માનસ સુધારણા પ્રવૃતિના ભાગરૂપે તેઓને જેલ જીવન દરમ્યાન દૈનિક પ્રવૃતિ સાથે પરિવારને આર્થિક સહાય પણ મળી રહે તેમજ બંદિવાનોના પુનર્વસન તથા કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર હકારાત્મક અભિગમ અન્વયે બિન કુશળ કેદીઓ માટે રૂ.૭૦/- થી વધારીને રૂ.૧૧૦/-, તથા અર્ધ કુશળ કેદીઓ માટે રૂ. ૮૦/- થી વધારીને રૂ.૧૪૦/- તેમજ કુશળ કેદીઓ માટે રૂ.૧૦૦/- થી વધારીને રૂ.૧૭૦/- રૂપિયાનો દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવેલ જે અનુસંધાને આજે તા.૧૬/૧૨/૨૦૨૩ના રોજ અત્રેની છોટાઉદેપુર સબ જેલના બંદિવાનોને વિસ્તૃત માહિતી આપતા તમામ બંદિવાનોમાં હર્ષની લાગણી જોવા મળેલ અને ગુજરાત રાજ્ય સરકારશ્રી તેમજ અધિક પોલીસ નિદેશકશ્રી ડો.કે.એલ.એન.રાવ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here