રાજ્યના આરોગ્ય સચિવે નર્મદાના કોરોના પોઝિટિવ કેસો અંગે વાળ્યો છબરડો…!!

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આરોગ્ય સચિવ જ્યંતી રવિ એ ગતરોજ પી. સી. માં જિલ્લામાં પોઝિટિવની સઁખ્યા 12 બતાવી

કેટલીક પ્રાદેશિક ચેનલો એ તો 1 નું મોત પણ જાહેર કરતા જિલ્લા વાસીઓમાં હડકમ્પ મચ્યું

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની વારંવાર 11 પોઝિટિવ કેસ ની સ્પષ્ટતા

રાજ્યના આરોગ્ય વિભાગે છબરડો કેમ વાળ્યો – પ્રાદેશિક ચૅનલો પણ તેમાં જોડાઈ તપાસનો વિષય

નર્મદા જિલ્લાના કોરોના પોઝિટિવ કેસોના મામલે ગતરોજ રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતી રવિએ પોતાની પ્રેસ કોંફ્રન્સમાં નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં એકનો વધારો થયાની જાહેરાત કરતા સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે હડકમ્પ મચી હતી, પ્રાદેશિક ચૅનલોએ તો એક નું મોત પણ જાહેર કરી દેતા જિલ્લા વાસીઓ ભારે ચિંતામાં મુકાયા હતા.

સમગ્ર પ્રકરણની વાત કરીયે તો નર્મદા જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ સાંજે સત્તાવાર રીતના જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ ની 11ની સઁખ્યા જાહેર કરવામાં આવેલ. જેમાં તા 15 એપ્રિલ ના 2 કેસ, 16 મીના 7 કેસ અને તા. 17 મીના 2 કેસ પોઝિટિવ નીકળ્યાનું જણાવવામાં આવેલ, તા 18 મીના અને 19 મીના એકપણ કેસ નોંધાયો ન હોવાની સત્તાવાર જાહેરાત આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ડૉ. કશ્યપ દ્વારા કરાયેલ હતી.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સેક્રેટરી જ્યંતી રવિ નિયમિત પણે દરરોજ પ્રેસ કોંફ્રન્સ કરતા હોય છે અને રાજ્યમાં કોરોનાની શુ સ્થિતિ છે, સરકાર દ્વારા ક્યા પગલાં ભરાઈ રહ્યા છે તેની માહિતી આપતાં હોય છે, જયંતિ રવિએ ગતરોજ પોતાની પી. સી. માં રાજ્યમાં ક્યા કયા સ્થળોએ કોરોનાના કેટલા કેસ નોંધાયા તેની જાહેરાત કરતા તેમને નર્મદા જિલ્લામાંનો પણ ઉલ્લેખ કરી નર્મદામાં 1 કોરોના પોઝિટિવ આજે મળી આવયાંની જાહેરાત કરી હતી. આ જાહેરાતના લીધે પ્રાદેશિક ચૅનલોએ નર્મદા જિલ્લામાં પોઝિટિવ દર્દીની સઁખ્યા 12 ની બતાવી અને એમાં વળી પાછુ એકનું મોત પણ બતાવિ દીધું !!!!!

બસ પત્યું સમગ્ર જિલ્લામાં ભારે હોહા મચી ગયી મીડિયા કર્મિયોને બધા પૂછવા લાગ્યા કોણ મર્યુ ? ક્યાંનો એક કેસ વધ્યો ? આરોગ્ય વિભાગ નર્મદા પોતાના સ્ટેટમેન્ટ પર અડગ જ રહ્યું, ફરી પછી આરોગ્ય વિભાગને ફરઝ પડી કે જિલ્લામાં 11 કેસ જ પોઝિટિવ છે, કોઈનું પણ મોત નીપજેલ નથી. આમ નર્મદા જિલ્લામાં ગયી કાલનો દિવસ ભારે તનાવ અને કોન્ટ્રોવરસી વચ્ચે પસાર થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here