રાજસ્થાનમાંથી પેટયું રળવા માટે આવેલા પરિવારોની વ્હારે આવ્યું શહેરા વનવિભાગ

શહેરા,તા-૦૨-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા રાજસ્થાનમાંથી પેટયું રળવા માટે આવેલા પરિવારો શહેરા નગર અને આજુબાજુ ગામડાઓમાં ફેરી કરી ચાદર વેચવાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા આ પરિવારો શહેરામાં અટવાઈ જતા તેમની હાલત કફોડી બની છે. હાલમાં તેઓ પાસે પોતાના વતન જવાનો કોઈ જ ઉપાય ન હોવાને કારણે તેઓ અહી જ રોકાઈ રહયા છે.અને લોકડાઉનના કારણે તેઓ પોતાનું પેટીયું રડવા ચાદર વેચવા પણ જઈ શકતા નથી જેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ ખુબજ વિકટ બની ગઈ છે. ત્યારે આવા કપરા અને નીરાધારીનાં સમયમાં તેઓની વહારે શહેરા વનવિભાગ આવ્યુ છે. આ રાજસ્થાની પરિવારો જેમા નાના બાળક સહિત લોકોનો પણ સમાવેશ થતો હતો. તેવા લોકોને રેંજ ફોરેસ્ટ ઓફીસર (શહેરા) જે.કે. સોલંકી સાહેબ દ્વારા ફુડપેકેટનુ વિતરણ કરવામા આવ્યુ હતું. આ રાજસ્થાનના પરિવારજનોએ વનવિભાગ પરિવારનો ખુબજ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here