રાજય સરકારે પેન્શનરો માટે કરી મોટી જાહેરાત

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

હયાતીની ખરાઇ કરવાની મુદ્દતમા વધારો નિયમિત રીતે પ્રતિ વર્ષ મે મહિનામાં થતી હયાતીની ખરાઇ જુન મહિનામાં કરાશે….

જુન મહિનામાં હયાતીની ખરાઇકરવામા નિષ્ફળ જનાર ઓગષ્ટ મહિના સુધી પણ હયાતીની ખરાઇકરાવી શકાશે

લોકડાઉનના લીધે નિવૃત કર્મચારીઓ ના હિતમાં સરકારનો સરાહનીય નિર્ણય

ઓગષ્ટ મહિનામા ખરાઇ નહી કરનારાઓને સપ્ટેમ્બરમા પેન્શન મળશે નહીં

રાજય સરકારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાન મા રાખી ને રાજય સરકાર ના નિવૃત કર્મચારીઓ ને પેન્શન મેળવવા માટે ની હયાતીની ખરાઇ કરવાનીમુદ્દત મા વધારો કરયો છે,આજરોજ રાજય સરકાર ના નાણા મંત્રાલય તરફથી પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે.
નિવૃત્ત કર્મચારીઓ સહિત તેમના આશ્રિતો ને મળતા પેન્શન માટે દર વર્ષે મે મહિનામાં હયાતી ની ખરાઇ નો સક્ષમ અધિકારી નો દાખલો આપવાનો હોય છે,હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયો હોય ને કેટલીક છુટછાટ નાણાં મંત્રાલયે આપી છે.

લોકડાઉન 3 મે સુધી અમલમાં હોયને પેન્શનરો ને હયાતી નીખરાઇ કરાવવામા મુશ્કેલ ન થાય તેની ચર્ચા સરકાર મા ચાલી રહી હતી ,જે અંતર્ગત આજે નાણાંમંત્રાલયે મે મહિનામાં હયાતી ની ખરાઇ કરવા ની હોય છે તેને જુન મહિના સુધી લંબાવી છે.
જો જુન મહિનામાં હયાતી ની ખરાઇ કરાવી ન હોય તો જુલાઇ અને ઓગષ્ટમા પણ હયાતી ની ખરાઇ કરાવી સકાશે.જો ઓગષ્ટ સુધી હયાતી ની ખરાઇ કરાવી નહીં હોય તો સપટેમબર મહિનામાં પેન્શન મળશે નહીં.
આ તમામ જોગવાઈ ઓ માત્ર 2020 ના નાણાકીય વર્ષ માટે જ કરાઇ હોવાનું નાણાંમંત્રાલયે ચોખવટ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here