રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થતા કેટલીક શરતોને આધીન અમુક દુકાનો ખુલી

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ઓરેન્જ ઝોનમાં આવેલ નર્મદા જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડ્યું.

ત્રીજા લોકડાઉન માં ગુટકા, તમાકુ, સિગારેટ, બીડી વગેરેના ગલ્લાઓ દુકાનોને છૂટ અપાય નહીં આવી તમામ દુકાનો બંધ રહેશે.

ત્રીજા તબક્કામાં તમામ સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોચિંગ, સંસ્થાઓ બંધ રહેશે, તેની સામે ઓનલાઇન દૂરવર્તી શિક્ષણને મંજૂરી.

સાંજના 7 કલાક થી સવારના 7 કલાક સુધી તમામ આવશ્યક અવરજવર બંધ ઘરની બહાર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકાશે નહીં.

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં લોકડાઉન ત્રીજો તબક્કો આજથી શરૂ થતા જિલ્લા કલેક્ટરે નવી જાહેરનામું બહાર પાડતા ઓરેન્જ ઝોનમાં આવેલ નર્મદા જિલ્લામાં કેટલીક શરતોને આધીન દુકાનો બજારો ખોલવાની પરવાનગી આપતા આજે નવી દુકાનો ખુલી હતી.
જેમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સાથે એકત્રિત થઇ શકશે નહીં, સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોનાવાયરસ નું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે બિનજરૂરી અવરજવર કરી શકાશે નહીં. તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલ કરવો પડશે. જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્ય સ્થળોએ તમામ વ્યક્તિઓ એ માટે માસ્ક પહેરવા ફરજિયાત કરાયું છે. તેમ જ દરેક એ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે કોઈપણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થું કી શકાશે નહિ, પાન, ગુટકા, તમાકુ વગેરેનો જાહેર સ્થળોએ વપરાશ કરી શકાશે નહીં. ત્રીજા લોકડાઉનમાં ગુટકા, તમાકુ, સિગારેટ, બીડી વગેરેના ગલ્લાઓ દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રહેશે. તમામ કાર્ય સ્થળોએ પૂરતા પ્રમાણમાં ટેમ્પરેચર ચેકિંગની વ્યવસ્થા સેનિટાઇઝર્સ પુરા પાડવાના રહેશે.

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી, અર્ધસરકારી, કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લા ની બહાર જઇ શકશે નહીં. તેમજ નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે અપડાઉન અવરજવર પણ કરી શકાશે નહીં, જો જિલ્લામાં જવાના સંજોગો ઉપસ્થિત થાય તો સંબંધિત ઇન્સિડન્ટ કમાન્ડ અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ મામલતદાર પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી લીધા વગર જવાશે નહીં.
સંસ્થા દુકાનોમાં કામ કરતા કામદારો, મજૂરો તેમનો રહેણાંક છોડશે નહીં. અને લોકડાઉન નો ભંગ કરશે કરે નહીં, તેની તકેદારી કામે રાખનાર મજૂરોને કામ આપનાર સંસ્થાઓ, વ્યક્તિઓ વગેરે રાખવી પડશે. તેમ જ દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પૂરે પૂરું ચૂકવવાનું રહેશે.

મેડિકલ કારણો સિવાય વ્યક્તિઓની આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
તમામ સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોચિંગ, સંસ્થાઓ વગેરે બંધ રહેશે ઓનલાઇન દૂરવર્તી શિક્ષણ ને મંજૂરી આપી શકાશે. તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, નીમનેશિયમ,સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગપૂલ, મનોરંજન, બગીચાઓ થિયેટર, રેસ્ટોરન્ટ, હોટલ અને ઓડિટોરિયમ સભાખંડ, તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતા વાળા સ્થળો બંધ રહેશે. તથા સામાજિક, રાજકીય, સ્પોર્ટસ, મનોરંજક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, મેળાવડા અને મિલન પણ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો /પ્રાર્થના સ્થળ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

સાંજના 7 કલાક થી સવારના 7કલાક સુધી તમામ બિનઆવશ્યક પ્રવૃત્તિઓ માટે વ્યક્તિગત અવરજવર સખ્તાઇ પૂર્વક બંધ રહેશે. ઘરની બહાર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકાશે નહીં. 65 થી વધુ ઉંમરની વ્યક્તિઓ,સહરોગો ધરાવતી વ્યક્તિઓ એ, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવશ્યક કામકાજ અને મેડિકલ કારણો સિવાય રાષ્ટ્રીય ગાઈડલાઈન અનુસાર ઘરેજ રહેવાનું રહેશે.
સમશાનયાત્રાઓમા સોશિયલ ડિસ્ટન્સ સાથે 20 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તમામ કાર્ય સ્થળોએ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને અને કોમન પોઇન્ટ પર ટેમ્પરેચર સ્કિનિંગ , હાથ ધોવાનો સ્પર્શ ન થાય તે મુજબ હેન્ડ અને સેનીટાઈઝર વ્યવસ્થા કરવાની રહેશે, તથા પૂરતા પ્રમાણમાં હેન્ડવોશ અને સેનિટાઇઝર્સ પુરા પાડવાના રહેશે.

નર્મદા જિલ્લામાં નીચે મુજબની પ્રવૃત્તિઓ અને નિયત શરતોના પાલન સાથે પરવાનગી આપવામાં આવી છે. જેમાં ટેક્સી અને કેબ સુવિધા એક ડ્રાઈવર અને વધુમાં વધુ બે મુસાફર સાથે જ ચાલુ રહી શકશે. ભારતના સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગીઓ હોય ફક્ત તેવી પ્રવૃતિઓ માટે વ્યક્તિઓ અને ચાર પૈડાવાળા વાહનો આંતર જિલ્લા અવરજવર કરી શકશે. ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સિવાય પાછળની સીટ પર વધુમાં વધુ બે જ વ્યક્તિ બેસી શકશે. નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલ તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબીલિસમેન્ટ હેઠળ નોંધાયેલ હોય તેઓના કુલ કર્મચારી કામદારોના 50% કર્મચારી, કામદારો સાથે ચાલુ રાખી શકાશે. આ વિસ્તારમાં માર્કેટ કોમ્પ્લેક્સ, મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલમાં આવેલી દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. આ જાહેરનામુ નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here