રાજપીપળા સહિત નર્મદામાં આજથી શરૂ થયેલ પવિત્ર રમજાન માસમાં આજે પહેલીવાર લોક ડાઉનને કારણે મસ્જિદોમાં નમાજ અદા કરાઇ નહીં…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં રહીને જ નમાજ અદા કરી..

ખુદા સૌને કોરોના ની મહામારી અને આર્થિક સંકટમાંથી મુક્ત કરે તેવી દુઆ પણ માગતા મુસ્લિમ બિરાદરો

રાજપીપળા સહિત નર્મદામાં આજથી શરૂ થયેલ પવિત્ર રમજાન માસમાં આજે પહેલીવાર લોક ડાઉનને કારણે મસ્જિદોમાં નમાજ અદા કરાઇ ન હતી અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરવાની સાથે મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ રહીને નમાજ અદા કરી હતી. રમજાન માસ મુસ્લિમભાઈઓ માટે પવિત્ર ગણાય છે. જેમાં રોજની પાંચ સમયની નમાજ તથા ખાસ રમજાન માસમાં રાત્રે અદા કરાતી તરાવીની નમાઝ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરોમાં જ રહીને અદા કરી હતી.
ભારત સરકારના લઘુમતી મંત્રાલયના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા રાજ્યોના તમામ વક્ફ બોર્ડના અધ્યક્ષઓ અને મુખ્ય કારોબારી અધિકારીઓની વિડિયો કોન્ફરન્સનું આયોજન કરી કોરોના કોવીડ મહામારી સામે બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવા માટે જણાવવામાં આવેલ જે દરમિયાન મુબારક રમજાન માસમાં મસ્જિદોમાં તરાવીહની નમાઝ પઢવા માટે અલગ-અલગ જગ્યાએથી ધર્મગુરુઓ આવતા હોય છે.પરંતુ હાલમાં રાજ્યમાં લોકડાઉન પરિસ્થિતિને ધ્યાને લઇ મસ્જિદોમાં નહિ જવાને બદલે પોત પોતાના ઘરોમાં જ રહી મુબારક રમજાન માસને નમાઝો મસ્જિદો ન જઈ કુરાન શરીફની કરવાનું નક્કી કરતા વિનંતીને માન આપીને રાજપીપળા સહિત નર્મદામાં પણ મુસ્લિમ બિરાદરોમાં રહીને નમાજની સાથે ઘરમાં જ રહીને કુરાન શરીફનું પઠન કરી રહ્યા છે અને ખુદાને સૌને સોનાની મહામારી અને આર્થિક સંકટમાંથી મુક્ત કરે તેવી દુઆ પણ માંગી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here