રાજપીપળા : લોકડાઉનમાં તાડફોડીનું વેચાણ શરૂ થતાં એક ટોપલો અડધા જ કલાકમાં વેચાઈ ગયો…!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

રાજપીપળામાં આદિવાસીઓ ટોપલા લઈને માલ-સામાન વેચવા મોજા અને માસ્ક પહેરીને આવ્યા..

લોકડાઉનને કારણે હાઈવે રોડ પર તાજી તાડફોડી કાઢી આપતા આદિવાસીઓ હાલ દેખાતા નથી…!!

કોરોના સંકટમાં ગરમીના ફળ તરીકે જાણીતા તાડફોડી આરોગ્ય માટે હિતકર….

ગરમીના ઉનાળું ફળ તરીકે જાણીતા તાડફોડીનું નર્મદામાં દર વર્ષે ધૂમ વેચાણ થતું હતું.આ પણ આ વર્ષે કોરોના લોકડાઉનને કારણે તાડફોડી ગામડાઓમાંથી રાજપીપળા શહેરમાં લાવવામાં મુશ્કેલી પડતી હોવાથી તાડફોડી ના દર્શન દુર્લભ બન્યા હતા.પણ આજે એક મહિલા પહેલીવાર ગામડે થી તાજી ઉતારેલી તાડફોડીનો ટોપલો લઈને આવતા ૫૦ રૂ.કિલોના ભાવે માત્ર અડધો કલાકમાં જ ચપોચપ વેચાઈ ગયા હતા.મહિલા પણ લોકડાઉન ના નિયમો નું પાલન કરે મોઢે સાડીનો છેડો બંધી અને હાથ મોજા પહેરીને તાડફોડી વેચાતી જણાઈ હતી.જોકે પહેલાની જેમ લોકડાઉનને કારણે હાઈવે રોડ પર તાજી તાડફોડી કાઢી આપતા આદિવાસી હાલ દેખાતા નથી લોકડાઉનને કારણે તાડીના ધંધામાં આ વર્ષ ઓટ આવી છે.જેને કારણે તેમના ધંધા પર અસર પડી છે હાલ વ્યક્તિગત છૂટક વેચાણ કરવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાં તાડના ઝાડ પર પુષ્કળ તાડફલ્લા લાગ્યા છે.તાડના ઝાડ પર નારિયેળ જેવા ફલ્લા માંથી ત્રણથી ચાર જેટલી તાડફડી નીકળી છે.જેમાં મીઠો ગર અને નાળિયેર જેવું મીઠું પાણી નિકળે છે. જે આરોગ્ય માટે હિતકારક ગણાય છે. ઉનાડામા પેટ અને ઠંડક ગણાય છે પથરીના રોગ માટે પણ અકસીર જણાય છે.

તાડફોડી ગરમીમાં લોકોનું પ્રિય ફળ ગણાય છે. નર્મદામાં તાડના અસંખ્ય જાણો આવેલા છે જેમાં આદિવાસીઓ તાડના ઝાડ રાખે છે.શિયાળામાં તાડના ઝાડની ડાળીઓ માંથી નીકળતો મીઠો રસ નીરા નીકળે તરીકે ઉત્તમ પીણા તરીકે ગણાય છે. ત્યારે બાજુના ઉનાળામાં તેને નાળિયેર જેવા ફળ ફળ લાગે છે.તેને તોડીને તેમાંથી તાડફોડી નું ફળ ની કાઢવામાં આવે છે.પણ આ વર્ષે આદિવાસી ઓ માટે તાડફોડી રોજગારીનો ઉત્તમ સાધન હોવા છતાં લોકડાઉનમાં ધંધાની અસર વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here