રાજપીપળા મામલતદાર કચેરીની લિફટ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નવી મામલતદાર ઓફિસ બને એક વર્ષ પણ નથી થયો અને લિફટ બંધ થતાં કામકાજ અર્થે આવતા વૃધ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે

રાજપીપળા ખાતેની મામલતદાર કચેરીની નવી બિલ્ડીંગ બન્યા ને હજી માંડ એક વર્ષ પણ નથી થયો અને બિલ્ડીંગમાની લિફટ બંધ થઇ જતા તકલાદી કામકાજ અને વહીવટીતંત્રની નિષ્કાળજીથી કચેરીના કામકાજ અર્થે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતા ભારે નારાજગી જોવા મળી રહી છે.

રાજપીપળામા કરોડોના ખર્ચે બનેલ નવી મામલતદાર કચેરીની બિલ્ડીંગમા ભોંયતળિયે ઉપરના બે માળોમા અવર-જવર માટે લિફ્ટ મુકવામાં આવેલ છે, આ લિફ્ટ લગભગ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં પડી છે, લીફ્ટ દરવાજો ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યો છે, કચેરીમા કામકાજ અર્થે આવતા લોકો આ લિફ્ટમા પ્રવેશ ન કરે એ માટે લિફ્ટની આગળ સ્ટીલની ખુરશીઓની આડસ કરી દેવામાં આવી છે.

મામલતદાર કચેરીમા દરરોજ સેંકડો મુલાકાતીઓ પોતાના કામકાજ માટે આવતા હોય છે, તેમાંય ખાસ કરીને વૃધ્ધોની સંખ્યા મોટા પ્રમાણમા હોય છે ત્યારે બંધ લિફ્ટ જોઇને તેમના હોશકોશ ઉડી જતાં હોય છે, દાદરના પગથિયાં ચઢીને જવું ખુબજ કઠિન હોય ખાસ વૃધ્ધો સહિત કચેરીમા કામકાજ માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મામલતદાર કચેરીની નવી બિલ્ડીંગ બન્યા ને એક વર્ષ પણ નથી થયોને લિફ્ટ ખોટકાઈ ગઇ જે તકલાદી કામગીરી થયાનો એક પુરાવો છે ત્યારે બંધ લિફ્ટ ત્વરિત જ શરૂ કરાવવાની લોકોમા ઉગ્ર માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here