રાજપીપળા પાસેના વડીયા ગામની રોયલ સનસીટિમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અભ્યાસનુ ભારણ કે લોકડાઉન અને કોરોનાકાળ મોતનુ કારણ..!! રહસ્ય અકબંધ…

માતા પિતા વડોદરા ગયા હોય ગેરહાજરીનો લાભ લઇ આશાસ્પદ યુવાને જીવન ટુકાવતા તર્કવિતર્ક

રાજપીપળા પાસે નગરને અડીને જ આવેલા વડીયા ગામ ખાતેની રોયલ સનસીટિમા રહેતા પુંજાપાઠ કરી જીવન ગુજારતા બ્રાહ્મણ પરિવારના એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આશાસ્પદ યુવાને પોતાના ઘરમા જ આત્મહત્યા કરી જીવન ટુકાવતા અનેક અટકળો ચાલી રહી છે.
શું યુવાન અભ્યાસના ભાર તળે માનસિક તાણ અનુભવતો હતો, કે પછી હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની પળોજણમાં પારિવારિક આર્થિક સંકળામણ અનુભવતાં આત્મહત્યા કરવા મજબૂર બન્યો, તમામ ઉત્તરો યુવાનના શરીર સાથે બળીને ભસ્મ થયાં છે.

રાજપીપળાના વડિયા ગામમા રોયલ સનસીટીમાં રહેતા મુળ રહે. મોટાખુટવાડા,તા મહુવા, જીલ્લો ભાવનગરના રોહિતભાઈ વ્યાસનો એકનો એક પુત્ર શિવાંગ રાજકોટ એન્જીનીયરીગ કોલેજમાં અભ્યાસ કરતો હતો, હાલ કોરોનમાં પોતાના ઘરે વડિયા રોયલ સનસીટીમાં રહેતો હતા. શનિવારે એના માતા-પિતા વડોદરા ખાતે ગયા હતા અને રવિવારે સવારે પરત રાજપીપળા આવ્યા ત્યારે એમણે શિવાંગને મૃત હાલતમાં પોતાના ઘરમા જોતા તેઓના પગ તળેથી ધરતી સરકી પડી હતી.

મળતી માહિતી મુજબ શિવાંગ શનિવારે એકલો હતો, કોઈ કારણસર આ દુનિયાને અલવિદા કહેવાનું વિચારી તેનાં પિતા પુંજાપાઠ મા ધોતિયાનો પહેરતાં તેનો જ ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
રવિવારે સવારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે મૃત હાલતમાં લટકતો જોઈ ઘેર શોકમાં ઉતારી ગયા હતા સોસાયટીના રહીશો ને જાણ થતા ત્યાં ટોળા એકઠા થયા હતા.રાજપીપળા પોલીસને આ મામલે જાણ થતાં PI આર.એન.રાઠવા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. પરંતુ મોતનું ખરૂ કારણ આત્મહત્યા કરનાર યુવાન સાથે જ આગમાં ખાખ થઈ ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here