રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોતાની પાછળ વિલાપ કરતાં એક માસુમ બાળકને છોડી આત્મહત્યા કરતાં તર્કવિતર્ક

પતિ અને સાસુના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું મરનારના પિયરીયાઓની ફરિયાદ બાદ પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજપીપળા નિઝામ શાહ દાદાની દરગાહ નજીકમાં રહેતી મુસ્લિમ પરિવારની એક બાળકની માતાનો આજે વહેલી સવારે ઘરમાં ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા લોકટોળા ઉમટી પડ્યા બાદ મરનારના પતિએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નિઝામસાહ દરગાહ નજીકમાં રહેતી કૌશરબાનું વસીમખાન પઠાણ(૨૫)એ ઘરમાં જ અગમ્ય કારણોસર ફાસો ખાઈ લેતા સ્થાનિકોના લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે આ બાબતે પતિ વસીમે રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કૌશરબાનુંના મૃતદેહને રાજપીપળા સિવિલમાં પીએમ માટે પહોંચાડી જરૂરી તપાસ હાથ ધરી હતી.
જેમાં મૃતકના પિયરીયાઓ વડોદરાથી પરિવારજનો ત્યાં આવતા તેમણે પતિ વસીમ અને સાસુ રૂકસાના બાનુંના ત્રાસના કારણે કૌશરબાનુંએ ફાંસો ખાધો હોવાનું જણાવતા પોલીસે પતિ વસીમ અને સાસુ રૂકસાના બાનું વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ એસ.જે. રાઠવાના જણાવ્યા મુજબ કૌશરબાનું ના 6 વર્ષ પહેલાં વસીમ સાથે લગ્ન થયા હતા અને તેમને એક સંતાન પણ હતુ. દરમિયાન સંતાનમાં એક બાબો પણ છે ત્યારે હાલ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here