રાજપીપળા નજીક આવેલ કેનાલમાં લગભગ ૫ થી ૬ કિ.મી.ના અંતરે ગેટ ના મુકતા સાંસદ મનસુખ વસાવાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત…..

કેવડીયા કોલોની,

પ્રતિનિધિ :- સતીશ કપ્તાન

ગેટ ના મુકતા કેનાલનું પાણી વહી જવાથી પાણીનું સ્તર ઊંચું આવતું નથી….

માઈનોર અને સબમાઈનોર કેનાલમાં પાણી પહોંચતું ન હોવાના કારણે ખેતરમાં પાણી જતું નથી : ખેડૂતોની ફરિયાદ

આજુબાજુ વિસ્તારની 1000 એકર જમીનમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતો ચિંતિત….

રાજપીપળા નજીક કરજણ સિંચાઈ યોજનાની 20 વર્ષ બાદ રૂપિયા 24 કરોડના ખર્ચે 29 કોલોમીટરની કેનલોનું લોકડાઉન પહેલા જ રિપેરિંગ થયું હતું. નાંદોદ, વાલિયા, અંકલેશ્વર એમ 3 તાલુકાને આ યોજનાનો લાભ મળે છે અને હાલ રવિ પાકના લીધે કરજણ કેનાલમાં પાણી છોડાઇ રહ્યું છે પણ મેઈન કેનાલમાં ગેટ ન બેસાડતા માઇનોર કેનલમાં પાણી પહોંચતું નથી જેથી ખેડૂતોને કેનાલના પાણીનો લાભ મળતો નથી, એ કારણે ખેડૂતો નારાજ થયા છે.
નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ અને રાજપીપળાની નજીકમાં આવેલો કરજણ ડેમ એમ બે ડેમ પૈકી કરજણ
ડેમની કેનાલ દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લાને પાણી પૂરું પાડવામાં આવે છે. લોકડાઉન પેહલા જ કરજણ કેનાલનું રીનોવેશનનું કામ પૂર્ણ થયું છે. લગભગ 29 કિલોમીટર લાંબી આ કેનાલનું પાણી નાંદોદ તાલુકાના આમલેથા, કુંવરપરા, તરોપા, વરખડ જેવા લગભગ 8 ગામોને પાણી પૂરું પાડે છે. નાંદોદ તાલુકાના આમલેથા ગામના ખેડૂત પ્રવિણચંદ્ર દેસાઈના જણાવ્યા મુજબ રીનોવેશન કર્યા બાદ કેનાલમાં ગેટ જ નથી મુક્યા જેથી કેનાલનું પાણી વહી જાય છે અને પાણીનું સ્તર ઉંચુ નથી આવતું. માયનોર અને સબમાઈનોર કેનાલમાં પાણી પહોંચતું નથી. જેથી ખેતરમાં પાણી જતું જ નથી.ગેટ મુકવા માટે બાબતે ખેડૂતો અધિકારીઓને મળ્યા હતા અને 1 મહિનામાં ગેટ મુકાય જશે તેમ કહ્યું હતું પણ હજુ સુધી ગેટ મુકાયા નથી જેથી પાણીનું લેવલ ઊંચી આવતું નથી અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી આવતું જ નથી જેને કારણે આજુબાજુ વિસ્તારની 1000 એકર જમીનમાં પાક કર્યા છે તે સુકાઈ રહ્યો છે. માઇનોર કેનાલમાં પાણી નથી આવતું અને મેઈન કેનાલનું પાણી વહી જાય છે જેથી કૂવાના પાણીના સ્તર નીચા ગયા છે.કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરમાંથી ઉભો પાક કાઢીને ફેંકી પણ દીધો છે. બીજી બાજુ આ વિસ્તારના ખેતરમાં હાલ શેરડી અને કેળાનો પાક છે જેને પાણી ન મળવાથી પાક સુકાઈ રહ્યા છે. એ કારણે ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. બીજી બાજુ સરકાર 8 કલાકની જ વીજળી આપે છે જે પોહચી વળાતું જ નથી. હવે તો આ કેનાલમાં ગેટ ગોઠવાય તો જ ખેડૂતને ફાયદો થશે બાકી તો નુકશાન જ વેઠવાનો વારો છે.
જ્યારે અન્ય ખેડૂત રવિ પટેલના જણાવ્યા મુજબ કરજણ યોજનાની કેનલોનું તાજેતરમાં જ રેપીરિંગ થયું છે અને હાલ રવિ પાક માટે પાણી છોડાઈ રહ્યું છે. જે અણઘડ વહીવટના પગલે આ પાણી મેઈન કેનાલમાં જ વહી જાય છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. ગેટ ના મુકવાના પગલે નાંદોદ તાલુકાની હજારો એકર ખેતી પાકને પાણી મળતું નથી. એક બાજુ ઉનાળાના પગલે કુવાના પાણીના સ્તર નીચા જતા કુવાનું પાણી પણ મળતું નથી. હાલ ઉનાળો શરુ થઈ ગયો છે શેરડી અને કેળાના પાકોને પાણીની જરૂરિયાત છે ત્યારે જ કેનાલના પાણીનો ઉપયોગ કરી શકતા નથી. બીજી બાજુ સરકાર રાતની વીજળી આપે છે, રાતે પાણી વાળવા માટે જીવન જોખમે આવવું પડે છે અમારા વિસ્તારમાં દીપડા જેવા જંગલી જાનવરો પણ ફરતા હોઈ છે જેથી રાતની વીજળી મળે છે તો જીવનું જોખમ વધે પણ પાક ના સુકાઈ તેના માટે પાણી વાળવા આવું પડે છે.
રાજપીપળા નજીક આવેલ કરજણ કેનાલમાં લગભગ 5 થી 6 કિલોમીટરના અંતરે ગેટ મુકવાના હોય છે. જે ગેટ હજુ મુક્યા નથી. આ બાબતની રજુઆત રજૂઆત ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કરી છે. નાંદોદ તાલુકાનો ખેડૂત કરજણ કેનાલ પર જ ખેતી કરે છે જેથી આ કેનાલમાં ગેટ મુકાય જાય તો ખેડૂતોની સમસ્યાઓનો નિકાલ આવી શકે છે અને ખેડૂત પાયમાલ થતો બચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here