રાજપીપળા નગર સહિત ગામડાઓમાં માસ્ક વગર બિન્દાસ બની ફરતી પ્રજા પર પોલીસની લાલ આંખ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અગાઉના 4 લોકડાઉન બાદ હાલ અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા પ્રજા બેજવાબદાર બની હોય કોરોના સંક્રમણ ન વધે એ માટે નર્મદા પોલીસનું ખાસ અભિયાન

માસ્ક વગર ફરતા કરફ્યુ ભંગ કરનારા લોકોને અટકાવી સૂચના આપી દંડ સહિત ફરિયાદની કાર્યવાહી

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતેના મુખ્ય માર્ગ પર આવેલા સફેદ ટાવર ચાર રસ્તા પર માસ્ક વગર ફરતા લોકોને પકડી દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી સહિત ગામડાઓમાં ટોળા વળી બેસતા તેમજ કરફ્યુનો ભંગ કરનારા લોકો સામે નર્મદા પોલીસ દ્વારા દંંડનીય કાર્યવાહી શરૂ થતાં બિન્દાસ થઇ ફરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હાલમાં સરકારના આદેશ મુજબ માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની કાર્યવાહીની સત્તા જેતે નગર પાલીકા પાસે હતી એ હવે પોલીસ પાસે આવતા રાજપીપળા સફેદ ટાવર પાસે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. આ સાથે જીલ્લાના ગામડાાના લોકો પણ સરકારની દિશાનિર્દેશ મુજબ માસ્ક પહેરતાા થાય કરફ્યુનો અમલ કરે લોકટોળાં ભેગા ન થાય એની ખાાસ તકેદાર રખાતા લોકો તકેદારી રાખતાા પણ થયા છે.   
નર્મદા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ટાઉન પીએસઆઇ એસ.એમ.સિંધી દ્વારા સફેદ ટાવર ખાતે કડક ચેકીંગ હાથ ધરાયુ જેમાં માસ્ક વગર બિન્દાસ ફરતા લોકોને અટકાવી જરૂરી સુચના સાથે 200 રૂ. નો દંડ ફટકાર્યો હતો. આ બાબતે ટાઉન પીએસઆઇ સિંધીનું કેહવુ હતું કે સરકારના આદેશ મુજબ માસ્કના પહેરનાર તથા જાહેરમા થુકનાર પાસે અત્યાર સુધી નગરપાલિકા કાર્યવાહી કરતી હતી એ કામ હવે પોલીસને સોંપવામાં આવ્યું છે તેનું પાલન કરાવવા સફેદ ટાવર ચાર રસ્તા પર આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પીએસઆઇ સિંધી સાથે અન્ય પોલીસ સ્ટાફ સાથે રહી લોકોને કડક સૂચના આપવામાં આવી રહી છે અને સાથો સાથ દંડ પણ વસૂલ કરવામાં આવી રહયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here