રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરા વધારો ઝીંકવા કરવામાં આવેલ ફરતો ઠરાવ બંધારણીય કે ગેરબંધારણીય ???

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

વેરા વધારો કરવા કરાયેલ ફરતાં ઠરાવ પર ઉઠતા પશ્રો…!!

રાજપીપળા નગરપાલિકા દ્વારા તા 27 મી એપ્રિલના રોજ નગરપાલિકા દ્વારા અપાતી સેવાઓના વેરાઓમાં તોતિંગ વધારો ઝીંકવાના કરવામાં આવેલ ફરતો ઠરાવ નગરના રાજકીય વર્તુળો સહિત બુધ્ધિશાળી વર્ગમા ભારે ચર્ચાસપદ બનેલ છે.

હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયો હોય કોરોનાની મહામારી વચ્ચે નગરપાલિકાના સત્તાધિશોએ નગરપાલિકાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી વેરા વધારો ઝીંકવાનો નિર્ણય લીધો હોવાનું સત્તાધારી ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે, પાલિકાના પુર્વ પ્રમુખ ભરત ભાઈ વસાવા નગરપાલિકામા વિપક્ષમા બેઠા છે છતાં તેઓ સત્તાધારી ભાજપના વેરા વધારો ઝીંકવાના ઠરાવનુ કેમ સમર્થન કરીરહ્યા છે આ બાબતે પુછતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના આવકના સાધનો ખુબજ ઓછા છે જેમાથી પગાર કરવા, સહિત નગરપાલિકાનો વહીવટ કરવો મુશ્કેલ છે જેથી વેરા વધારો કરવાનુ નગરપાલિકાના ચીફઓફિસરના પરામર્શથી હાલ ઠરાવ કરેલ છે, જેટલા વધારાના દરો દર્શાવાયા છે તેટલા નહી વધારાય, બોર્ડ મળશે તેમા નિર્ણય નગરજનોના હિતને ધ્યાનમાં રાખી કરીશુ.

ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફરતો ઠરાવ રજુ કર્યો છે શુ એ નગરપાલિકાઑના એક્ટ અનુસાર યોગ્ય અને કાયદેસરનો છે કે ગેરકાયદેસર આ મુદ્દા પર પણ કેટલાક નગરપાલિકાના સભ્યોમા સણવણાટ શરૂ થયો છે, નગરપાલિકાના ઇતિહાસમા પ્રથમ જ વાર કોરોનાની મહામારીની આડમાં કરવામાં આવેલા ફરતાં ઠરાવને પાલિકાના પુર્વ પ્રમુખ અને સદસ્ય મહેશ વસાવાએ તો આ ઠરાવને સદસ્યોના બંધારણીય હક્ક ઉપર તરાપ મારતો ઠરાવ ગણાવ્યો હતો.

સામાન્ય સભા બોલાવી ન હોય અને આવો ફરતો ઠરાવ કોઇ પણ જાતની એજન્ડાની જાણ કર્યા વિના નગરપાલિકા ના પ્રમુખ કરી શકે છે ?? આ એક પેચીદો અને બંધારણીય નિયમો અનુસાર કાયદકીય પશ્ર છે, હાલ તો નગરજનોમા વેરા વધારો ઝીંકવાના ઠરાવ સામે રોષ પ્રગટી રહ્યો છે.

ભવિષ્યમાં જો આ મામલે અદાલતના દ્વાર ખખડાવવામા આવે તો નવાઈ નહીં…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here